દિયોદર: મિડીયા અહેવાલ અને ખેડૂતોના આક્રોશ બાદ કેનાલમાં પાણી છોડાયું

અટલ સમાચાર,દિયોદર(કિશોર નાયક) દિયોદર પંથકના ખેડૂતો દ્રારા ગઇકાલે પ્રાંતને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટેની માંગ કરવામાં આવી હતી. જેને લઇ તંત્રએ મિડીયાના અહેવાલોથી તાત્કાલિક હરકતમાં આવી અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. નોંધનિય છે કે, મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત દરમ્યાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહેશે તેવી હૈયા ધારણા આપી હતી.
 
દિયોદર: મિડીયા અહેવાલ અને ખેડૂતોના આક્રોશ બાદ કેનાલમાં પાણી છોડાયું

અટલ સમાચાર,દિયોદર(કિશોર નાયક)

દિયોદર પંથકના ખેડૂતો દ્રારા ગઇકાલે પ્રાંતને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટેની માંગ કરવામાં આવી હતી. જેને લઇ તંત્રએ મિડીયાના અહેવાલોથી તાત્કાલિક હરકતમાં આવી અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. નોંધનિય છે કે, મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત દરમ્યાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહેશે તેવી હૈયા ધારણા આપી હતી. જોકે રૂપાણીની મુલાકાત બાદ ગણતરીના કલાકોમાં કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતો ચોંકી ગયા હતા. આ સાથે ખેડૂતોએ ચક્કાજામની ચિમકી પણ ઉચ્ચારી હતી.

દિયોદર: મિડીયા અહેવાલ અને ખેડૂતોના આક્રોશ બાદ કેનાલમાં પાણી છોડાયું

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા દિયોદર પંથકના ખેડૂતોએ સુજલામ કેનાલમાં પાણી ચાલુ કરવા ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપ્યુ હતુ. સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહેશે તેવી મુખ્યમંત્રીએ ખાત્રી આપ્યા બાદ પણ ગણતરીના કલાકોમાં પાણી બંધ થઇ જતાં ખેડૂતો ભારે આક્રોશિત થયા હતા. જેને લઇ મિડીયામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યાના ગણતરીના કલાકોમાં ફરી સુજલામ સુફલામ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યા હતા.