જૂનાગઢઃ જમીન NA કરવા નાયબ મામલતદાર રૂ.1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક જૂનાગઢ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જમીન એનએ કરવા માટે એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાની માલીકીની જમીન ધંધાર્થે કારખાનું નાખવા તથા અન્ય કોમર્સિયલ ઉપયોગ અથવા વેચાણ કરવા સારુ બીનખેતી કરવાની હોય ઓનલાઇન અરજીઓ કરેલી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જે
 
જૂનાગઢઃ જમીન NA કરવા નાયબ મામલતદાર રૂ.1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક

જૂનાગઢ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જમીન એનએ કરવા માટે એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાની માલીકીની જમીન ધંધાર્થે કારખાનું નાખવા તથા અન્ય કોમર્સિયલ ઉપયોગ અથવા વેચાણ કરવા સારુ બીનખેતી કરવાની હોય ઓનલાઇન અરજીઓ કરેલી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જે બાબતે આક્ષેપીતને રૂબરૂ મળ્યા હતા. અને પોતે કરેલી અરજી બાબતે વાતચીત કરતા દર ચોરસ મીટરે રૂપિયા ત્રીસ (રૂા.30)નો વહીવટ કરવો પડશે. તેમ આક્ષેપીતે જણાવેલ જે ચોરસ મીટર દીઠ રૂા.30 લેખે અંદાજીત રૂા.3,90,000 જેટલી મોટી રકમ લાંચ પેટે આપવાની થતી હતી. જે લાંચની રકમ ફરિયાદી પોતે આપવા માંગતો ન હોય આક્ષેપીતની કચેરી ખાતે રૂબરૂમાં જઇ હેતુલક્ષી વાતચીત કરી રકજકના અંતે રૂપિયા ત્રણ લાખ રૂપિયાનો વહીવટ કરવો પડશે તેવી માંગણી કરી હતી.

જૂનાગઢઃ જમીન NA કરવા નાયબ મામલતદાર રૂ.1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
જાહેરાત

સુ6ોએ જણાવ્યુ હતુ કે, ફરિયાદીએ રૂપિયા એક લાખ આજરોજ આક્ષેપીત મકવાણાને આપવાનુ અને બાકીના રૂપિયા કામ પતી ગયા પછી આપવાનો વાયદો કર્યો હતો. જે ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકુ ગોઠવતા આરોપીએ લાંચની રકમ રૂ.1,00,000 સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયા હતા. સુપર વીઝન અધિકારી બી એલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એ વાઘેલા એ છટકુ ગોઠવતા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપ્યા હતા.