ડીસા: રામદેવપીરના નવમા નોરતે ભાવિકો ઢોલ-નગારાના તાલે ઝૂમ્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં શ્રદ્ધાળુઓનો મહિમા અપરંપાર હોય છે. ત્યારે શ્રાવણ મહિના બાદ બાબા રામદેવપીરના નવ નોરતાની આજે વિધિવત રીતે સંપન્ન થયા હતા. આજે ડીસા શહેરના નવાવાસ ચોક વિસ્તારમાં નટવરજી ઠાકોર અને તેમના ભાઈ સુખદેવભાઈ ઠાકોર દ્વારા ડીસા શહેરના નવાવાસ ચોક વિસ્તારમાં આવેલ વર્ષો જૂનું જ્યાં વિધિવત રીતે વર્ષોથી
 
ડીસા: રામદેવપીરના નવમા નોરતે ભાવિકો ઢોલ-નગારાના તાલે ઝૂમ્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં શ્રદ્ધાળુઓનો મહિમા અપરંપાર હોય છે. ત્યારે શ્રાવણ મહિના બાદ બાબા રામદેવપીરના નવ નોરતાની આજે વિધિવત રીતે સંપન્ન થયા હતા. આજે ડીસા શહેરના નવાવાસ ચોક વિસ્તારમાં નટવરજી ઠાકોર અને તેમના ભાઈ સુખદેવભાઈ ઠાકોર દ્વારા ડીસા શહેરના નવાવાસ ચોક વિસ્તારમાં આવેલ વર્ષો જૂનું જ્યાં વિધિવત રીતે વર્ષોથી બાબા રામદેવજીની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ડીસા: રામદેવપીરના નવમા નોરતે ભાવિકો ઢોલ-નગારાના તાલે ઝૂમ્યા

આજે નોમ નિમિત્તે બાબા રામદેવજીના અંતિમ દિવસે સૌપ્રથમ પોતાના ઘરથી નેજા અને ઢોલ નગારા સાથે સૌ ધર્મપ્રેમી જનતા આ ધાર્મિક પ્રસંગમાં જોડાઈ હતી. ડીસામાં ધાર્મિક પર્વને અનુલક્ષીને લોકોના મનમાં અનેરો આનંદ છવાયેલો જોવા મળ્યો હતો. જેમાં ભાદરવા સુદ નોમને નિમિતે રામદેવપીરના નવમાં નોરતાની ઉજવણી કરાઇ હતી. જેમાં ભાવિકો રામદેવપીરનો વરઘોડો યોજી અબીલ ગુલાલની છોળો ઉડાવી ડી.જે ના તાલે ઝુમી ઉજવણી કરી હતી.

ડીસા: રામદેવપીરના નવમા નોરતે ભાવિકો ઢોલ-નગારાના તાલે ઝૂમ્યા

ડીસાના નવા ચોક વિસ્તારમાં વર્ષોથી બાબા રામદેવજીની પૂજા અર્ચના નટવરજી ઠાકોર તથા તેમના ભાઈ સુખદેવભાઈ ઠાકોર દ્વારા સ્વખર્ચે કરવામાં આવે છે. ત્યારે આજે નોમ નિમિત્તે બાબા રામદેવ પીરના નેજા ચડાવી ધન્યતા અનુભવી હતી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.