દેશઃ સુશાંત કેસમાં CM ઉદ્ધવ ઠાકરે આપ્યું નિવેદન, BJPને ફેંક્યો પડકાર

અટલ સમાચાર, ડેસ્ક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ શિવસેનાના હિન્દુત્વ પર સવાલ ઉઠાવે છે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે. આ સાથે જ તેમણે પહેલીવાર સુશાંત સિંહ રાજપૂત કેસમાં પુત્ર આદિત્ય ઠાકરેનું નામ લાવવા પર મૌન તોડ્યું છે.
 
દેશઃ સુશાંત કેસમાં CM ઉદ્ધવ ઠાકરે આપ્યું નિવેદન, BJPને ફેંક્યો પડકાર

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ શિવસેનાના હિન્દુત્વ પર સવાલ ઉઠાવે છે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે. આ સાથે જ તેમણે પહેલીવાર સુશાંત સિંહ રાજપૂત કેસમાં પુત્ર આદિત્ય ઠાકરેનું નામ લાવવા પર મૌન તોડ્યું છે. તેમણે ભાજપને મોટો પડકાર ફેંક્યો છે.

આ વખતે કોરોના પ્રોટોકોલના કરાણે ખુલ્લા સ્થળની જગ્યાએ સભાગારમાં રેલીનું આયોજન થયું હતું. પોતાની દશેરા રેલીના ભાષણમાં ઉદ્ધવે પહેલીવાર ભાજપ પર આટલા પ્રહાર કર્યા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યારે દેશ મહામારીની ચપેટમાં છે તે સમયે પણ કેન્દ્ર સરકારનું ધ્યાન રાજકારણ પર છે, બિનભાજપ શાસિત રાજ્યોમાં સરકાર પાડવાની કોશિશ પર છે.

તેમણે પીએમ મોદીનું નામ લીધા વગર કહ્યું કે આજે આપણે અરાજકતા તરફ આગળ વધી રહ્યા છીએ. તેઓ (ભાજપ) પોતાના સહયોગીઓને દગો કરે છે. NDA લગભગ સમાપ્ત થઈ ગયું છે. તેઓ મિત્રતાની વાત કરે છે અને પછી પોતાના જ મિત્રોની પીઠમાં છૂરો મારે છે. તેઓ બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ નીતિશકુમાર સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કરશે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારા હિન્દુત્વ પર સવાલ ઉઠાવવામાં આવે છે. પૂછવામાં આવે છે કે અમે રાજ્યમાં મંદિરો કેમ ખોલતા નથી. મારું હિન્દુત્વ બાળા સાહેબ ઠાકરે કરતા અલગ બતાવાય છે. પરંતુ તમારું હિન્દુત્વ ઘટિયા અને વાસણ વગાડનારું છે. અમારું હિન્દુત્વ એવું નથી.

રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના નાગપુરમાં આપવામાં આવેલા ભાષણનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું કે આરએસએસ પ્રમુખે કહ્યું કે હિન્દુત્વ શબ્દને પૂજા પરિપાટીઓ સાથે જોડીને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે. તો જે લોકો મને પત્ર લખે છે તેઓ પહેલા ભાગવતના નિવેદનને ધ્યાનમાં લે. તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના હિંદુત્વ પર અપાયેલા એક નિવેદન ઉપર પણ નિશાન સાધ્યું. ઉદ્ધવે કહ્યું કે કાળી ટોપી પહેરનારા લોકો પાસે જો દિમાગ હોય તો તેમણે સંઘ પ્રમુખની વાત સમજવી જોઈએ.