દેશ: રાજસ્થાન તરફ જતા બે ટ્રકને રોકીને તપાસ કરતા પોલીસ ચોંકી!

અટલ સમાચાર,ડેસ્ક ગુરુવારે મહારાષ્ટ્ર પોલીસ સમયે ચોંકી ઉઠી હતી જ્યારે તેણે તેલંગાણાથી રાજસ્થાન જીવનજરૂરી વસ્તુઓ લઈને જતા બે ટ્રકને અટકાવ્યા હતા. પોલીસે બંને ટ્રક રોકીને તપાલ કરી તો અંદરથી 300 જેટલા મજૂરો નીકળ્યા હતા. આ તમામ કામદારો રાજસ્થાનના હતા. તેઓએ ઘરે પરત જવા માટે આ ખતરનાક રસ્તો અપનાવ્યો હતો. આથી તમામ લોકો બે કેન્ટેનરમાં છૂપાઈને
 
દેશ: રાજસ્થાન તરફ જતા બે ટ્રકને રોકીને તપાસ કરતા પોલીસ ચોંકી!

અટલ સમાચાર,ડેસ્ક

ગુરુવારે મહારાષ્ટ્ર પોલીસ સમયે ચોંકી ઉઠી હતી જ્યારે તેણે તેલંગાણાથી રાજસ્થાન જીવનજરૂરી વસ્તુઓ લઈને જતા બે ટ્રકને અટકાવ્યા હતા. પોલીસે  બંને ટ્રક રોકીને તપાલ કરી તો અંદરથી 300 જેટલા મજૂરો નીકળ્યા હતા. આ તમામ કામદારો રાજસ્થાનના હતા. તેઓએ ઘરે પરત જવા માટે આ ખતરનાક રસ્તો અપનાવ્યો હતો. આથી તમામ લોકો બે કેન્ટેનરમાં છૂપાઈને જઈ રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનીય છે કે દેશભરમાંથી એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સરકાર તરફથી 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં મોટી સંખ્યામાં રોજમદારો અને રોજીરોટી માટે અન્ય રાજ્ય કે શહેરમાં ગયેલા લોકો પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે. આ માટે તેઓ 500 કિલોમીટર પર ચાલતા જઈ રહ્યા છે. આ ઉપરાંત જીવને જોખમમાં મૂકીને પણ મુસાફરી કરતા ખચકાતા નથી.

ગુરુવારે પોલીસ અને રેવન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ તેલંગાણામાંથી આવતા બે ટ્રકને રોક્યા હતા. યવતમાલ જિલ્લાની સરહદ ખાતે તપાસ માટે આ બંને ટ્રકને રોકવામાં આવ્યા હતા.