દેશઃ ડૉક્ટર યુવતીને જ્યાં જીવતી બાળવામાં આવી ત્યાં જ આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા

અટલ સમાચાર, ડેસ્ક મહિલા ડોક્ટરનો સામૂહિક બળાત્કાર કરીને તેને જીવતી સળગાવી દેનારા ચાર નરાધમો પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. પોલીસનો જય જયકાર થઇ રહ્યો છે, એક જ ચર્ચા છે કે બળાત્કારની ઘટનાના 10 દિવસમાં જ ન્યાય મળ્યો છે. સાઇબરાબાદના પોલીસ કમિશનર વી.સી.સજ્જનાર એન્કાઉન્ટર કેસના અસલી હીરો છે. તેઓ આ કેસની કમાન સંભાળી રહ્યાં હતા. અને
 
દેશઃ ડૉક્ટર યુવતીને જ્યાં જીવતી બાળવામાં આવી ત્યાં જ આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા

અટલ સમાચાર, ડેસ્ક

મહિલા ડોક્ટરનો સામૂહિક બળાત્કાર કરીને તેને જીવતી સળગાવી દેનારા ચાર નરાધમો પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. પોલીસનો જય જયકાર થઇ રહ્યો છે, એક જ ચર્ચા છે કે બળાત્કારની ઘટનાના 10 દિવસમાં જ ન્યાય મળ્યો છે. સાઇબરાબાદના પોલીસ કમિશનર વી.સી.સજ્જનાર એન્કાઉન્ટર કેસના અસલી હીરો છે. તેઓ આ કેસની કમાન સંભાળી રહ્યાં હતા. અને તેમના જ માર્ગદર્શન હેઠળ નરાધમોને એ જ જગ્યાએ ઠાર કરાયા છે. જ્યાં માસૂમ મહિલા ડોક્ટરને જીવતી સળગાવી દેવામાં આવી હતી. નેશનલ હાઇવે-44 પર બ્રિજની નીચે જ્યારે આરોપીઓનું એન્કાઉન્ટર કરાયું ત્યારે અહી નરાધમોની લાશો જોવા આવેલી જનતાએ પોલીસની કામગીરીને વધાવી લીધી હતી.

સાઈબરાબાદ પોલીસ કમિશનર વી.જે.સજ્જનારને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. તેઓ અગાઉ માઓવાદીઓ સામે લડત આપી ચુક્યાં છે, અગાઉ પણ બળાત્કારીઓને તેઓ સજા આપી ચુક્યાં છે, તેલંગાણાના વારંગલમાં કોલેજની એક યુવતીના મોઢા ઉપર એસિડ ફેંકવાની ઘટના બની હતી, ત્યાર પછી ત્રણ આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતા, તેઓ હૈદરાબાદ પોલીસ કમિશનર તરીકે દોઢ વર્ષ સુધી કામ કરી ચુક્યાં છે, સાઇબરાબાદના પોલીસ કમિશનર તરીકે તેમને એક પરિવારને ન્યાય આપ્યો છે.

હૈદરાબાદમાં ડૉક્ટર પર બળાત્કાર અને તેમની હત્યાના કેસમાં પોલીસે 4 આરોપીઓનું ઍન્કાઉન્ટર કર્યું છે. આ ઍન્કાઉન્ટર વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું છે. ડૉક્ટર યુવતીને જ્યાં જીવતી બાળવામાં આવી હતી ત્યાં જ આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેમણે વધુમાં કહ્યું, “પકડાયેલાં તહોમતદારો જો ભાગવાના પ્રયત્નો કરે અથવા પોલીસ પર હુમલો કરવાના પ્રયત્નો કરે તો ગુજરાતમાં તેમની સામે પણ ઍન્કાઉન્ટર થવાં જોઈએ અને તેમને પણ એ જ સ્થાન બતાવવું જોઈએ. જે સ્થાન હૈદરાબાદની પોલીસે ત્યાં દેખાડ્યું છે.”