તારાજી@જામનગર: ભારે વરસાદથી અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ, મકાનો પાણીમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં વરસાદી માહોલ જામતાં જામનગર પંથકમાં ભારે તારાજી સર્જાઇ છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં મુશ્કેલી સર્જાઇ છે. આ તરફ જીલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભારે વરસાદને પગલે જામનગરથી કાલાવડ અને રાજકોટ તરફના બંને રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી
 
તારાજી@જામનગર: ભારે વરસાદથી અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ, મકાનો પાણીમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વરસાદી માહોલ જામતાં જામનગર પંથકમાં ભારે તારાજી સર્જાઇ છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં મુશ્કેલી સર્જાઇ છે. આ તરફ જીલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભારે વરસાદને પગલે જામનગરથી કાલાવડ અને રાજકોટ તરફના બંને રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જામનગર કલેક્ટર સાથે વાતચીત કરીને લોકોને રેસ્ક્યૂ કરવાની સૂચના આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જામનગરના જિલ્લામાં ભારે વરસાદ ખાબકતાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલથી આજે બપોર સુધી સતત વરસાદ ચાલુ રહ્યો હોઇ અલિયાબાડા, જાંબુડા, બલચડી, મોટી બનુગર, સપડા, બેરજા (પસાયા) પંથકમાં પૂર હોનારતના સર્જાઇ છે. બલાચડી રોડ ઉપર 20 ફૂટ પાણી હોવાના અહેવાલ છે. વરસાદને પગલે જિલ્લાની અનેક ગામ બેટમાં ફેરવાયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે ખીમરણા ગામ બેટમાં ફેરવાયું છે. નદીમાં ઘોડાપૂર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થવા લાગ્યા છે.

તારાજી@જામનગર: ભારે વરસાદથી અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ, મકાનો પાણીમાં ગરકાવ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જામનગરમાં ભારે વરસાદને પગલે ખીમરાણા ગામ હાલ સંપર્ક વિહોનું બન્યું છે. જેના પગલે ગ્રામજનોએ તંત્ર પાસે મદદ માંગી છે. ભારે વરસાદને પગલે બેરાજા ગામમાં પણ પાણી પાણી થઈ ગયું છે. નવા બનેલ પુલ ઉપર પણ પાણી ફરી વળ્યાં છે. વરસાદને પગલે બેરાજા ગામમા ઘરોમાં પાણી ભરાયા છે. આ સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જામનગર શહેરને પાણી પૂરું પાડે છે તે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. રણજીતસાગર ડેમમાં નવા નીર આવતા શહેરના પાણીની સ્થિતિ હળવી થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ તરફ જામનગર-રાજકોટ વચ્ચેના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. જામનગરના નાઘુના ગામમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ગામમાંથી નદીની જેમ પાણી વહી રહ્યું છે.

તારાજી@જામનગર: ભારે વરસાદથી અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ, મકાનો પાણીમાં ગરકાવ

આ તરફ હવે રાજકોટ થી NDRF ટીમ જામનગર રવાના કરવામાં આવી છે. વડોદરાથી NDRFની ટીમ રાજકોટ આવવા રવાના થઈ છે. SDRFની ટીમ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. જળાશયોમાં પણ પાણીની સપાટી ઉંચી આવી રહી છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સૌથી વધુ પાણી આવક થવા પામી છે. હજુ પણ 48 કલાક વરસાદની આગાહી પગલે તંત્ર લોકોને સાવચેત રહેવા કરી અપીલ કરવામાં આવી છે. રાજકોટ,જૂનાગઢ,જામનગરમાં ભારે વરસાદ પડ્યો છે. જૂનાગઢનાં વિસાવદરમાં આભ ફાટયું છે. વિસાવદરમાં છેલ્લાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટનાં લોધિકામાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ગોંડલમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ઉપલટા પાસે આવેલા મોજ ડેમના તમામ 27 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે.