હાહાકાર@કોરોના વાઇરસઃ ચીનમાં 259ના મોત રસ્તા પર મળી રહી છે લાશો

અટલ સમાચાર, ડેસ્ક ચીનમાં કોરોના વાયરસ ઉત્પાત વધી રહ્યો છે. હાલમાં જ તેની ભયાનકતા સામે આવી છે. રસ્તા પર લોકોની લાશો મળી રહી છે. અને લોકો ચાલતા ચાલતા મરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે લોકો રસ્તામાં બેભાન થઇને પડી રહ્યા છે. અને આ કારણ તેમની મોતનું બન્યું છે. આવી જ કેટલીક ભયાનક તસવીરો સામે આવી
 
હાહાકાર@કોરોના વાઇરસઃ ચીનમાં 259ના મોત રસ્તા પર મળી રહી છે લાશો

અટલ સમાચાર, ડેસ્ક

ચીનમાં કોરોના વાયરસ ઉત્પાત વધી રહ્યો છે. હાલમાં જ તેની ભયાનકતા સામે આવી છે. રસ્તા પર લોકોની લાશો મળી રહી છે. અને લોકો ચાલતા ચાલતા મરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે લોકો રસ્તામાં બેભાન થઇને પડી રહ્યા છે. અને આ કારણ તેમની મોતનું બન્યું છે. આવી જ કેટલીક ભયાનક તસવીરો સામે આવી છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના વૃહાનમાં એક તેવો મામલો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ માસ્ક પહેરીને સાઇકલ પર જઇ રહ્યો હતો. ત્યારે જ તે અચાનક બેભાન થઇ જાય છે. અને રસ્તા પર આ રીતે પડવાથી તેની મોત થઇ હતી. જો કે આ અંગે જાણકારી મળતા મેડિકલ ટીમ અહીં પહોંચી હતી. પણ ત્યાં સુધી તેની મૃત્યુ થઇ ચૂકી હતી. નજરે જોનાર લોકોનું કહેવું છે આ સાઇકલ સવાર વ્યક્તિની મોત કોરોના વાયરસના કારણે થઇ છે. કારણ કે હાલ અહીં લોકો ચાલતા ફરતા મરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વળી એક અન્ય વ્યક્તિનું શબ પણ રસ્તાના કિનારે મળ્યું છે. મેડિકલ ટીમ જ્યારે ત્યાં પહોંચી અને તપાસ કરી તો તે મરી ચૂક્યો હતો. મૃતક વ્યક્તિ પણ ચહેરા પર માસ્ક લગાવી રાખ્યો હતો. ચીનમાં અત્યારે હાલત તેવી થઇ ગઇ છે કે ત્યાં માસ્કની અછત ઊભી થઇ છે. ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 259 લોકોની મોત થઇ છે. જ્યારે 11, 791 લોકો આ વાયરસથી સંક્રમિત છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન (WHO) કોરોના વાયરસને વૈશ્વિક સ્વાસ્થય માટે કટોકટીરૂપ જાહેર કર્યું છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે પોતાની નિયમિત રિપોર્ટમાં શનિવારે જણાવ્યું કે 1,795 દર્દીઓની સ્થિતિ નાજુક છે. ત્યાં જ 17,988 લોકોને સંક્રમિત થવાની સંભાવના છે. કુલ 243 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પણ શુક્રવારે 2,102 નવા કેસ સામે આવ્યા છે.