અટકાયતઃ વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં છેલ્લા 9 દિવસથી ફાંફા મારી રહેલી પોલીસને આખરે રાજસ્થાનથી બે આરોપીઓના સગડ મળ્યા છે. આ દુષ્કર્મના બે આરોપીઓ રાજસ્થાનથી ઝડપાઈ ગયા છે. વડોદરા નવલખી મેદાનમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી જેમાં છેલ્લા નવ દિવસથી પોલીસ આરોપીઓને પકડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી હતી અને આખરે
 
અટકાયતઃ વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં છેલ્લા 9 દિવસથી ફાંફા મારી રહેલી પોલીસને આખરે રાજસ્થાનથી બે આરોપીઓના સગડ મળ્યા છે. આ દુષ્કર્મના બે આરોપીઓ રાજસ્થાનથી ઝડપાઈ ગયા છે. વડોદરા નવલખી મેદાનમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી જેમાં છેલ્લા નવ દિવસથી પોલીસ આરોપીઓને પકડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી હતી અને આખરે આજે તેમને સફળતા મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેમાં શંકાને આધારે આજે રાજસ્થાનમાંથી બે આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. વડોદરામાં નવલખી મેદાનમાં પોલીસે આ ઘટનાને પગલે રાતે 9 વાગ્યા બાદ શહેરીજનો માટે ફરવા જવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પોલીસે આરોપીઓના સ્કેચ જાહેર કરીને હજારો લોકોની પૂછપરછ કરી હતી. ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા સગીરાને રૂા. 7 લાખની સહાયની ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી હતી. અને પોલીસને પણ ઝડપથી ગુનેગારો સુધી પહોંચવા માટે તાકીદ આપવામાં આવી હતી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ખુદ સગીરાના પરિવારને મળીને આ મુદ્દે આશ્વસન આપ્યુ હતુ.