દેવાળું@થરા: પાલિકાનું લાઇટબીલ બાકી, બીજીવાર વીજ કનેક્શન કપાઇ ગયું

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર) ઉત્તર ગુજરાતની થરા પાલિકા દેવાદાર હોવાના સવાલો ઉભા થયા છે. સરેરાશ 29 લાખથી વધુનું લાઇટ બીલ બાકી હોવાથી વીજ કનેક્શન કપાઇ ગયું છે. જેનાથી પાલિકાના વહીવટી કામકાજને અસર થઇ છે. વીજ કનેક્શન કપાઇ જતા પાલિકાએ દેવાળું ફુંકયુ હોવાના સવાલો નગરજનોમાં ચર્ચાઇ રહ્યા છે. બીજીવાર વીજ કનેક્શન કપાવાને પગલે ચીફ ઓફીસર અને
 
દેવાળું@થરા: પાલિકાનું લાઇટબીલ બાકી, બીજીવાર વીજ કનેક્શન કપાઇ ગયું

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

ઉત્તર ગુજરાતની થરા પાલિકા દેવાદાર હોવાના સવાલો ઉભા થયા છે. સરેરાશ 29 લાખથી વધુનું લાઇટ બીલ બાકી હોવાથી વીજ કનેક્શન કપાઇ ગયું છે. જેનાથી પાલિકાના વહીવટી કામકાજને અસર થઇ છે. વીજ કનેક્શન કપાઇ જતા પાલિકાએ દેવાળું ફુંકયુ હોવાના સવાલો નગરજનોમાં ચર્ચાઇ રહ્યા છે. બીજીવાર વીજ કનેક્શન કપાવાને પગલે ચીફ ઓફીસર અને પ્રમુખના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

બનાસકાંઠા જીલ્લાની થરા પાલિકાની તિજોરી ખાલીખમ થઇ છે કે વહીવટ ખાડે ગયો ? તેવા સવાલો વારંવાર ઉભા થાય છે. હકીકતે જીઇબી દ્વારા થરા પાલિકાનું વીજ કનેક્શન કપાઇ જતાં નગરસેવકો અને નગરજનો આશંકા સેવી રહ્યા છે. 29,05,434નું લાઇટબીલ બાકી હોવાથી વીજ વિભાગે કનેક્શન કાપી દીધુ છે. સરકારી કચેરીનું બાકી બીલ મામલે કનેક્શન કપાતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વીજ વિભાગે અગાઉ પણ બાકી બીલ મામલે કનેક્શન કાપી દીધુ હોવાથી પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસરના વહીવટ શંકાસ્પદ બન્યો છે. વારંવાર લાઇટબીલ બાકી રહેતા નગરજનો સામે પાલિકાના સત્તાધીશોનો વહીવટ નિષ્ફળ હોવાની ચર્ચા બની છે. ઉલ્લેખનિય છે કે, થરા પાલિકા વેરા વસુલાતમાં ચુક કરતી હોય તો પણ લાઇટબીલ બાકી રહે તે ગંભીર કહી શકાય.