ધાનેરા: વહેલી પરોઢે અધધધ.. 25 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાતા ખળભળાટ

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી) ચુંટણી બાદ રાજસ્થાનથી ગુજરાત આવતો સૌથી વધુ કિંમતનો વિદેશી દારૂ પકડી લેવાયો છે. બનાસકાંઠાના ધાનેરા નજીક 25 લાખથી વધુ કિંમતનો દારૂ ભરી આવતી ટ્રક વહેલી સવારે પકડાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. ધાનેરા તાલુકા પોલીસે રાજસ્થાનના એક ઇસમની સામે ગુનો દાખલ કરી આગળવની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લાનો કેટલોક વિસ્તાર
 
ધાનેરા: વહેલી પરોઢે અધધધ.. 25 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાતા ખળભળાટ

અટલ સમાચાર,ધાનેરા (અંકુર ત્રિવેદી)

ચુંટણી બાદ રાજસ્થાનથી ગુજરાત આવતો સૌથી વધુ કિંમતનો વિદેશી દારૂ પકડી લેવાયો છે. બનાસકાંઠાના ધાનેરા નજીક 25 લાખથી વધુ કિંમતનો દારૂ ભરી આવતી ટ્રક વહેલી સવારે પકડાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. ધાનેરા તાલુકા પોલીસે રાજસ્થાનના એક ઇસમની સામે ગુનો દાખલ કરી આગળવની તજવીજ હાથ ધરી છે.

ધાનેરા: વહેલી પરોઢે અધધધ.. 25 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાતા ખળભળાટ

બનાસકાંઠા જીલ્લાનો કેટલોક વિસ્તાર રાજસ્થાનની સરહદ નજીક હોઇ અવારનવાર દારૂ સહિતની ગેરકાયદેસર વસ્તુઓ ચેકપોસ્ટોની રહેમનજર હેઠળ આવતી હોય છે. જેમાં શનિવારે વહેલી સવારે ચાર વાગ્યે ધાનેરા તાલુકાના લવારા ગામ નજીકથી 25 લાખ 81 હજારનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ ગઇ હતી. દારૂના બુટલેગરોએ હાઇવેને બદલે ગ્રામ્ય વિસ્તાર અને સમય પણ વહેલી પરોઢનો પસંદ કર્યો છતાં આબાદ ઝડપાઇ ગયા હતા.

ધાનેરા: વહેલી પરોઢે અધધધ.. 25 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાતા ખળભળાટ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજસ્થાનથી ગુજરાતના અલગ-અલગ સ્થળે કે કોઇ એક જ સ્થળે દારૂ પહોંચે તે પહેલા ચેકપોસ્ટથી પસાર થયા બાદ ધાનેરા તાલુકા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. પોલીસે રાજસ્થાનના હિંમતસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ સામે દારૂની હેરાફેરીને લઇ ગુનો દાખલ કર્યો છે. આ સાથે 10 લાખની ટ્રક સહિત 35,81,700નો મુદ્દામાલ કબજે કર્યો છે.