dharampur congresh reli1
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર. વલસાડ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડનાં ધરમપુરના લાલડુંગરીમાં ગુરુવારે જન આક્રોશ રેલીમાં આવી લોકસભાનો રણટંકાર કર્યો છે. 1980માં ઇન્દીરા ગાંધીએ અહીં સભા યોજી હતી. જે બાદ કેન્દ્રમાં સત્તા મળી હતી. આથી કોંગ્રેસ માની રહી છે કે આ વખતે પણ અહીં સભા બાદ કેન્દ્રમાં ફરી સત્તામાં અવાશે. ધરમપુરમાં સભા અને કેન્દ્રમાં સત્તા આવી માન્યતા કાર્યકરો રાખી રહ્યા છે.

2004માં ધરમપુરમાં સભા સોનીયા ગાંધીએ કર્યા બાદ કેન્દ્રમાં સત્તા મળી હતી. વલસાડ સંસદીય ક્ષેત્રમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. વલસાડ સંસદીય બેઠક પર અત્યાર સુધી 14 વખત ચુંટણી યોજાઇ છે. જે પૈકી 4 વખત ભાજપ, 8 વખત કોંગ્રેસની જીત થઇ છે.


રાહુલ ગાંધીની આ મેગા રેલીમાં તેમના બહેન ‘પ્રિયંકા ગાંધી’ પણ છવાયા હતા. જોકે, તેઓ અહીં હાજર રહ્યા ન હતા પરંતુ કોંગ્રેસના અસંખ્ય કાર્યકરોના ચહેરા પર તેમના માસ્ક જોવા મળ્યા હતા.
વલસાડથી ગુજરાત કોંગ્રેસે લોકસભાનું રણશિંગુ ફુક્યુ છે. ધરમપુરમાં ગુરુવારે રાહુલ ગાંધીએ પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. રાહુલનું ફાળીયુ બાંધીને સ્વાગત કરાયુ હતું. સભામાં બે લાખથી વધુ જનમેદની ઉમટી હોવાનો દાવો કરાઇ રહ્યો છે.ધરમપુરના લાલડુંગરીમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી યોજાઇ છે.રાહુલ ગાંધીની આ મેગા રેલીમાં તેમના બહેન ‘પ્રિયંકા ગાંધી’ પણ છવાયા હતા. જોકે તેઓ અહીં હાજર રહ્યા ન હતા પરંતુ કોંગ્રેસના અસંખ્ય કાર્યકરોના ચહેરા પર તેમના માસ્ક જોવા મળ્યા હતા.બાળકો અને મહિલાઓએ પ્રિયંકાના માસ્ક પહેરીને મીડિયા સામે પોઝ આપ્યા હતા. સમર્થકો રાહુલ ગાંધીના માસ્ક પહેરીને પણ લોકો પહોંચ્યા હતા.

 

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code