ધરણા@ગુજરાત: અનિશ્ચિત હડતાલની ચિમકી, મહેસુલ વિભાગમાં હડકંપ

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર (રામજી રાયગોર) રાજય મહેસુલ વિભાગમાં વર્ગ-3ના કર્મચારીઓ ફરી એકવાર પડતર માંગણીઓ મુદ્દે સામે આવ્યા છે. જીલ્લાભરની કલેક્ટર કચેરીઓમાં પતેતીની રજા વચ્ચે ધરણા ઉપર બેઠા છે. બઢતી, બદલી, નાણાંકીય લાભો, પોલીસી મેટર સહિતના મુદ્દે લડતનો કાર્યક્રમ નક્કી કર્યો છે. જેમાં આગામી દિવસોએ કાળી પટ્ટી ધારણ કર્યા બાદ એક દિવસની સામુહિક રજા પાડી
 
ધરણા@ગુજરાત: અનિશ્ચિત હડતાલની ચિમકી, મહેસુલ વિભાગમાં હડકંપ

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર (રામજી રાયગોર)

રાજય મહેસુલ વિભાગમાં વર્ગ-3ના કર્મચારીઓ ફરી એકવાર પડતર માંગણીઓ મુદ્દે સામે આવ્યા છે. જીલ્લાભરની કલેક્ટર કચેરીઓમાં પતેતીની રજા વચ્ચે ધરણા ઉપર બેઠા છે. બઢતી, બદલી, નાણાંકીય લાભો, પોલીસી મેટર સહિતના મુદ્દે લડતનો કાર્યક્રમ નક્કી કર્યો છે. જેમાં આગામી દિવસોએ કાળી પટ્ટી ધારણ કર્યા બાદ એક દિવસની સામુહિક રજા પાડી અનિશ્ચિત હડતાલની ચિમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

ધરણા@ગુજરાત: અનિશ્ચિત હડતાલની ચિમકી, મહેસુલ વિભાગમાં હડકંપ
તસવીર: રામજી રાયગોર

ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા જીલ્લાભરના સંગઠનોને આદેશ થયો છે. જેમાં વર્ગ-3ના કારકુન અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓની પડતર માંગણીઓ ઉકેલવા લડતના મંડાણ કર્યા છે. જેના ભાગરૂપે શનિવારે દરેક જીલ્લા કલેક્ટર કચેરીમાં એક દિવસીય ધરણા યોજી સરકારને તાકાત બતાવી છે. આ સાથે આગામી 26 ઓગષ્ટે માસ સી.એલ પાડી જો ઉકેલ નહિ આવે તો 29 ઓગષ્ટથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ પાડવા તૈયારી આદરી છે.

જીલ્લા કલેક્ટર, મામલતદાર અને પ્રાંત કચેરીમાં વર્ગ-3માં ફરજ બજાવતા કર્મચારીઓ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્વિમ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના ઝોન મુજબ ધરણા ઉપર બેઠા હોઇ વહીવટી ગરમાવો વધી ગયો છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં તેની ખાસ અસર જોવા મળી છે. જોકે, મહેસાણા જીલ્લામાં માત્ર પુરૂષ કર્મચારીઓ જોવા મળતા મહિલા કર્મચારીઓની ભુમિકા ગાયબ હોવાનું મનાઇ રહ્યું છે.

ધરણા@ગુજરાત: અનિશ્ચિત હડતાલની ચિમકી, મહેસુલ વિભાગમાં હડકંપ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસુલી કર્મચારીઓમાં સૌથી વધુ પ્રશ્ન બઢતી, બદલી અને સિનીયોરીટી યાદી તૈયાર કરવા માટેના છે. જેમાં કેટલીક બાબતો મહેસુલ વિભાગ હસ્તક તો કેટલીક બાબતો કોર્ટમાં ચાલી રહી છે. આ સાથે રેવન્યુ તલાટી સંલગ્ન બાબત પોલીસી મેટર હોઇ પંચાયત અને મહેસુલ સાથે સામાન્ય વહીવટ વિભાગ તેમજ મંત્રીમંડળના નિર્ણય ઉપર આધારીત છે.

ધરણા@ગુજરાત: અનિશ્ચિત હડતાલની ચિમકી, મહેસુલ વિભાગમાં હડકંપ