ધીંગાણું@કાંકરેજ: સમાધાન માટે ભેગા થતાં અચાનક જૂથ અથડામણ, 6 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, કાંકરેજ (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે કાંકરેજ તાલુકાના ગામે જૂથ અથડામણની ઘટના સામે આવે છે. જેમાં ગત દિવસે રીક્ષામાં સાઇડ આપવા બાબતેની માથાકૂટમાં સમાધાન વચ્ચે ધીંગાણું થયાનું સામે આવ્યુ છે. ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત બન્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જોકે સમગ્ર ઘટનાને લઇ બંને તરફે સામસામે પોલીસ ફરીયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ
 
ધીંગાણું@કાંકરેજ: સમાધાન માટે ભેગા થતાં અચાનક જૂથ અથડામણ, 6 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, કાંકરેજ (કિશોર નાયક) 

કોરોના મહામારી વચ્ચે કાંકરેજ તાલુકાના ગામે જૂથ અથડામણની ઘટના સામે આવે છે. જેમાં ગત દિવસે રીક્ષામાં સાઇડ આપવા બાબતેની માથાકૂટમાં સમાધાન વચ્ચે ધીંગાણું થયાનું સામે આવ્યુ છે. ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત બન્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જોકે સમગ્ર ઘટનાને લઇ બંને તરફે સામસામે પોલીસ ફરીયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધીંગાણું@કાંકરેજ: સમાધાન માટે ભેગા થતાં અચાનક જૂથ અથડામણ, 6 ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ગામે ગઇકાલે જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં દરબાર અને ઠાકોર સમાજના લોકો નજીવી બોલાચાલીના સમાધાન વખતે ધીંગાણું સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં કાકરના ગુલાબસિંહ સુરૂભા વાઘેલાએ ગામના જ 5 લોકો સામે નામજોગ ફરીયાદ નોંધાવી છે. આ તરફ કાકરના સુરેશજી ચેલાજી ઠાકોરે પણ ગામના જ 7 લોકો સામે નામજોગ ફરીયાદ નોંધાવી છે.

ધીંગાણું@કાંકરેજ: સમાધાન માટે ભેગા થતાં અચાનક જૂથ અથડામણ, 6 ઇજાગ્રસ્ત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કાકર ગામે રીક્ષાને સાઇડ આપવાને લઇ થયેલી નજીવી માથાકૂટને લઇ સમાધાન અર્થે ભેગા થયેલા બંને સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ હતી. જેમાં બંને તરફે એકબીજા ઉપર પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યાની ફરીયાદ નોંધાવી છે. ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ શિહોરી અને ગંભીર ઇજાઓને કારણે પાટણ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ શિહોરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ગુલાબસિંહ સુરૂભા વાઘેલાએ આ લોકો સામે નોંધાવી ફરીયાદ
(આઇપીસી એક્ટની કલમ 307, 323, 324, 143, 147, 148, 149 અને જી.પી.એકટની કલમ 135 મુજબ ફરીયાદ)

  • ચેલાજી રાજુજી ઠાકોર (સેમાણીયા)
  • જોરાજી રાજુજી ઠાકોર(સેમાણીયા)
  • બલાજી પોપટજી ઠાકોર (ચાવડા)
  • અરવિંદજી ગેનજી ઠાકોર(સેમાણીયા)
  • વદનજી સોમાજી ઠાકોર (સેમાણીયા), તમામ રહે. કાકર, તા.કાંકરેજ, જી. બનાસકાંઠા

સુરેશજી ચેલાજી ઠાકોરે આ લોકો સામે નોંધાવી ફરીયાદ
(આઇપીસી એક્ટની કલમ 307, 294(ખ), 323, 143, 147, 148, 149 અને જી.પી.એકટની કલમ 135 મુજબ ફરીયાદ)

  • કરણસિંહ મોહનસિંહ ઝાલા
  • ગુલાબસિંહ સુરૂભા વાઘેલા
  • સુરૂભા વજેસિંહ વાઘેલા
  • જહુભા કરણસિંહ ઝાલા
  • રામભા સુરૂભા વાઘેલા
  • તાજબાઇ કરણસિંહ ઝાલા, તમામ રહે. કાકર, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા