ધ્રોલ@વર્લ્ડ રેકોર્ડઃ રણચંડી રાજપૂતાણીના તલવાર રાસથી જાણે ધરતી સજીવન બની

અટલ સમાચાર, મહેસાણા તલવારોના રણકારોએ પાળીયામાં પ્રાણ પુર્યા આજે શીતળા સાતમના દિવસે ગુજરાતમાં આવેલ જામનગરના ધ્રોલ ગામે ગુજરાતની રાજપૂતાણીઓએ વીરતાના દર્શન કરાવ્યા હતા. હાથમાં તલવાર ફેરવતી 2500 રણચંડી નારીઓનું તેજ જોઈ જાણે દેવીતેજ હોય તેમ લાગી રહ્યું હતું. આજના આ રાજપૂતાણીના તલવાર રાસના દ્રશ્યથી ગુજરાતનું નામ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત થઈ જશે. જેમાં ઉત્તર ગુજરાતની સેકડો
 
ધ્રોલ@વર્લ્ડ રેકોર્ડઃ રણચંડી રાજપૂતાણીના તલવાર રાસથી જાણે ધરતી સજીવન બની

અટલ સમાચાર, મહેસાણા

તલવારોના રણકારોએ પાળીયામાં પ્રાણ પુર્યા

આજે શીતળા સાતમના દિવસે ગુજરાતમાં આવેલ જામનગરના ધ્રોલ ગામે ગુજરાતની રાજપૂતાણીઓએ વીરતાના દર્શન કરાવ્યા હતા. હાથમાં તલવાર ફેરવતી 2500 રણચંડી નારીઓનું તેજ જોઈ જાણે દેવીતેજ હોય તેમ લાગી રહ્યું હતું. આજના આ રાજપૂતાણીના તલવાર રાસના દ્રશ્યથી ગુજરાતનું નામ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત થઈ જશે. જેમાં ઉત્તર ગુજરાતની સેકડો રાજપૂતાણીઓએ પણ ભાગ લીઈ ધ્રોલની શહિદભૂમિમાં ખપી જનારા વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન સાવજોની આ ભૂમિમાં વર્ષો અગાઉ લાલ રંગથી રંગાયેલી ધરતી સદીઓ બાદ જાણે બોલતી હોય તેવો આભાસ થઈ રહ્યો હતો.

Video:1

જામનગરના ભૂચર મોરી શહિદ ભૂમિનો ઈતિહાસ

ઈતિહાસની વાત કરવામાં આવે તો 1591માં એટલે કે ચાર સદી પહેલા ધ્રોલ નજીક ભૂચર મોરી મેદાનમાં જામનગરના રાજવી જામસતાજી અને અકબરના સૈન્ય વચ્ચે ખેલાયેલું યુધ્ધ દેશના મહાન યુધ્ધોમાં સ્થાન પામી ચૂક્યું છે. આ યુદ્ધની સ્મૃતિમાં આજના 23 ઓગસ્ટે શ્રધ્ધાજલિ સ્વરૂપ કાર્યક્રમ યોજાયો છે.

ધ્રોલ@વર્લ્ડ રેકોર્ડઃ રણચંડી રાજપૂતાણીના તલવાર રાસથી જાણે ધરતી સજીવન બની

આ સમયે બાદશાહ અકબર ગુજરાતના છેલ્લાં સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને પરાજય આપ્યો. ભાગી છૂટેલા મુઝફ્ફરશાહને જામસતાજીએ બરડાના ડુંગરમાં આશરો આપતા અકબરનો ગુજરાતનો સુબો મુરઝા અઝિઝ લશ્કર લઇને જામનગર જવા નીકળ્યો. પણ, જામસતાજીના સૈન્યએ રસ્તામાં જ તેને આંતર્યું. અકબર આ પરાજયને પચાવી શક્યો નહીં. તેણે દિલ્હીથી હજારો સૈનિકોની ફોજ મોકલી. જામસતાજીએ તેને ભૂચર મોરી ખાતે આંતર્યું. 3 મહિના સુધી સામ-સામા હુમલા ચાલુ રહ્યા. અંતે અકબરનું સૈન્ય થાક્યું. જામસતાજીને સમાધાનની મંત્રણા માટે કહેણ મોકલ્યું. જામસતાજીનો આ વિજય હતો. પણ, એ યુધ્ધમાં તેમની સાથે રહેલા જૂનાગઢના નવાબ દોલતખાન અને કુંડલા કાઠી ખુમાણના પેટમાં તેલ રેડાયું.

Video:2

જામનગરના રાજવી હીરો બને એ એમને પસંદ નહોતું. બન્નેએ દગો કર્યો, ખાનગીમાં બાદશાહ સાથે મળી ગયા. એ તકનો લાભ લઇ બાદશાહે મંત્રણા ફોક કરી. ફરી યુધ્ધ જામ્યું. બાદશાહના વિશાળ મોગલ સૈન્ય સામે ક્ષત્રિય નરબંકાઓએ અદ્દભુત શૌર્ય દાખવ્યું. મોગલ સૈનિકોના માથાં ધડાધડ પડવા લાગ્યા. મોગલ સેનામાં ભંગાણ પડ્યું. ત્યારે ટાંકણે જ દોલતખાન અને કાઠી ખુમાણે પાટલી બદલી અને દગાખોરોએ દગો કર્યો ! પણ, રણબંકાઓએ ભૂચર મોરીની ધરાને મોગલોના રક્તથી રંગી નાખી. બરાબર એ જ સમયે જામનગરના પાટવી કુંવર અજાજીના લગ્ન હતા. એ મરદ મિંઢોળબંધો રણશૂરો 500 જાનૈયાઓને લઇને લગ્નમંડપમાંથી સીધો રણમેદાનમાં પહોંચ્યો.

મોગલોના માથાં વાઢતા-વાઢતા કુંવર શહીદ થયા. કુંવર અજાજી શહીદ થતાં તેમના રાણી યુધ્ધમેદાનમાં પહોંચ્યા. કુંવરનું માથું ખોળામાં રાખી સતી થયા. એ દિવસ હતો વિક્રમ સંવત 1648ની શ્રાવદ વદ-સાતમનો. ઇતિહાસના પાને અમરત્વ પામનાર એ મહાન યુધ્ધનો તે દિવસે અંત આવ્યો. દર વર્ષે એ દિવસે રાજપૂત સમાજ દ્વારા ભૂચર મોરી મેદાનમાં એ મહાન શહીદોને ભવ્ય શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે.

Video:3

આ શૂરવીરોની ધરતીમાં ખપી જનાર નરબંકાઓના પાળીયાને શ્રધ્ધાંજલિ અર્પવા દર સામે ગુજરાતના ક્ષત્રિય રાજપૂતો એકઠા થાય છે. પાળીયાઓને સિંદૂરથી પૂજા કરે છે. આ પાળીયા બાધા-આખડી રાખ્યા બાદ મનોકામના પુરી કરતા હોય છે તેવું જાણવા મળ્યું હતું.

ધ્રોલ@વર્લ્ડ રેકોર્ડઃ રણચંડી રાજપૂતાણીના તલવાર રાસથી જાણે ધરતી સજીવન બની

ગુજરાતમાં ખેલાયેલા યુદ્ધોમાં સાૈથી મોટું યુદ્ધ ભૂચરમોરીનું માનવામાં આવે છે. માટે આ ભૂમિમાં રાજ્ય સરકારે સ્મૃતિ સ્મારક તરીકે વિકસાવ્યું છે. આજના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહ, ગુજરાતના મહાનુભાવો અને રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.