નારાજગી@દિયોદર: સુજલામ કેનાલમાં પાણી નહીં, પરીપત્ર જાણી ખેડૂતોએ આપી ચિમકી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિવાળીના તહેવારો બાદ રાજ્ય સરકારે કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત કરી હતી. હાલમાં રવિ સિઝન ટાંણે નર્મદા અને સુજલામ-સુફલામ સહિતની કેનાલો આધારીત ખેડૂતો પાક માટેનું પાણી મેળવવા મથામણમાં લાગ્યા છે. જોકે આ દરમ્યાન નર્મદા કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત સામે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહીં આવે તેવું જાણ્યું છે. ખેડૂતોએ પાણી
 
નારાજગી@દિયોદર: સુજલામ કેનાલમાં પાણી નહીં, પરીપત્ર જાણી ખેડૂતોએ આપી ચિમકી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિવાળીના તહેવારો બાદ રાજ્ય સરકારે કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત કરી હતી. હાલમાં રવિ સિઝન ટાંણે નર્મદા અને સુજલામ-સુફલામ સહિતની કેનાલો આધારીત ખેડૂતો પાક માટેનું પાણી મેળવવા મથામણમાં લાગ્યા છે. જોકે આ દરમ્યાન નર્મદા કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત સામે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહીં આવે તેવું જાણ્યું છે. ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગનો પરીપત્ર જોઇ સુજલામ કેનાલમાં પાણી છોડો નહીં તો આંદોલન કરશું તેવી ચીમકી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નારાજગી@દિયોદર: સુજલામ કેનાલમાં પાણી નહીં, પરીપત્ર જાણી ખેડૂતોએ આપી ચિમકી

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના જશાલી પંથકના ખેડૂતોએ સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરી છે. ગત દિવસોએ નાયબ મુખ્યમંત્રીએ સિંચાઇ માટે કેનાલોમાં પાણી આપવાની જાહેરાત કરી હતી. આ પછી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે પરીપત્ર કરી મોટા જથ્થામાં પાણી છોડવાનુ નક્કી કર્યુ છે. જોકે તેમાં માત્ર નર્મદા કેનાલમાં પાણી છોડવાની વાત સામે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહીં આપવાનું પણ કહ્યું છે. આવી સ્થિતિમાં દિયોદર પંથકમાં સુજલામ કેનાલ આધારીત ખેડૂતો રોષે ભરાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નર્મદા સહિતના અનેક તાલુકાઓમાં સુજલામ-સુફલામનું નેટવર્ક આવેલુ છે. હાલ શિયાળુ સિઝનમાં ઘઉં, રાયડો, જીરૂં સહિતના પાકો પુરબહારમાં હોઇ પિયત માટે પાણીની જરૂરીયાત ઉભી થઇ છે. જેમાં નર્મદા કેનાલમાં પાણી મળવાની રાહત વચ્ચે સુજલામ-સુફલામ કેનાલને બાકાત રાખવામાં આવતાં સંબંધિત ખેડૂતો ચોંકી ગયા છે. આથી આગામી ટુંક સમયમાં સુજલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉપવાસ સહિતનું આંદોલન કરવાની તૈયારી બતાવી છે.

નારાજગી@દિયોદર: સુજલામ કેનાલમાં પાણી નહીં, પરીપત્ર જાણી ખેડૂતોએ આપી ચિમકી