મુશ્કેલી@મહેસાણા: ગટર માટે ખોદકામ બાદ કામ ખોરંભે, રાહદારીઓ પરેશાન

અટલ સમાચાર, મહેસાણા (ભીખાભાઇ પરમાર) મહેસાણા શહેરમાં ઠેર-ઠેર ગટરો ઉભરાવાની સમસ્યા છાશવારે સામે આવતી હોય છે. મોઢેરા રોડ પર આવેલ આસપાસની સોસાયટી નજીક ગટરો ઉભરાવાના પ્રશ્રોને લઇ જવાબદાર તંત્ર દ્રારા ગટરનું સમારકામ કરવા ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કામ ખોરંભે પડ્યું હોઇ સ્થાનિક રહીશો અને વેપારીઓમાં રોષ વ્યાપક બન્યો છે. રોડનું
 
મુશ્કેલી@મહેસાણા: ગટર માટે ખોદકામ બાદ કામ ખોરંભે, રાહદારીઓ પરેશાન

અટલ સમાચાર, મહેસાણા (ભીખાભાઇ પરમાર)

મહેસાણા શહેરમાં ઠેર-ઠેર ગટરો ઉભરાવાની સમસ્યા છાશવારે સામે આવતી હોય છે. મોઢેરા રોડ પર આવેલ આસપાસની સોસાયટી નજીક ગટરો ઉભરાવાના પ્રશ્રોને લઇ જવાબદાર તંત્ર દ્રારા ગટરનું સમારકામ કરવા ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કામ ખોરંભે પડ્યું હોઇ સ્થાનિક રહીશો અને વેપારીઓમાં રોષ વ્યાપક બન્યો છે. રોડનું ખોદકામ કર્યા બાદ નજીકના સમયમાં કામ પૂર્ણ ન કરવામાં આવતાં અને વહીવટદારોની ઢીલાસને લઇને આ ગટરનું કામ સત્વરે વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુશ્કેલી@મહેસાણા: ગટર માટે ખોદકામ બાદ કામ ખોરંભે, રાહદારીઓ પરેશાન

મહેસાણામાં ઠેરઠેર ગટરો ઉભરાવાની સમસ્યાઓ સર્જાતા ગટરનું સફાઇ અને સમારકામ કરવા માટે જવાબદાર તંત્ર દ્રારા મોઢેરા રોડ પર વિશ્વકર્મા મંદિર નજીક રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતુ. જોકે આ ખોદકામ બાદ કોઇ નિવેડો ન આવતા યથાસ્થિતિમાં ખોદકામને લઇને આ રોડ પર આવતાં જતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે પરેશાની પેદા થઇ છે. અને રસ્તામાં અડચણ રૂપ થતાં વહેલી તકે કામ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

મુશ્કેલી@મહેસાણા: ગટર માટે ખોદકામ બાદ કામ ખોરંભે, રાહદારીઓ પરેશાન

સમગ્ર મામલે સ્થાનિક વેપારીઓના જણાવ્યુ હતુ કે, આ રોડ પર ઉભરાતી ગટરોને લઇને નગરપાલિકા દ્રારા રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું. જે ખોદકામ કરવાને લગભગ પંદર થી વીસ દિવસ થવા આવ્યા છતાં આ કામ હજી સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી આ કામ ખોરંભે પડ્યું હોય કામ જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવુ વેપારીઓ જણાવી રહ્યા છે. આ ગટર પરના ખોદકામને કારણે આવતાં જતા રાહદારીઓ અને ગ્રાહકો આસપાસની દુકાને જતા અડચણ રૂપ બને છે. આ સાથે સમસ્યાને લઇને વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.