આફત@દેશઃ ભૂટાને અસમ તરફ આવતા સિંચાઇના પાણી રોકી દીધા

અટલ સમાચાર, ડેસ્ક ચીન- ભારત મામલે જમીની વિવાદ હજી શમ્યો નથી ત્યાં જ નેપાળે પણ નવા નક્શો નીકાળીને ભારતની સામે મુશ્કેલી ઊભી કરી છે. અને આ બંને વિવાદ પછી હવે ભૂટાને પણ અસમની તરફ આવતી નદીઓના સિંચાઇના પાણીને રોકી દીધી છે. આ પગલાથી અસમના બક્સા જિલ્લાના ખેડૂતો પરેશાન છે. અને તેમને ખેતી કરવામાં સમસ્યા આવી
 
આફત@દેશઃ ભૂટાને અસમ તરફ આવતા સિંચાઇના પાણી રોકી દીધા

અટલ સમાચાર, ડેસ્ક

ચીન- ભારત મામલે જમીની વિવાદ હજી શમ્યો નથી ત્યાં જ નેપાળે પણ નવા નક્શો નીકાળીને ભારતની સામે મુશ્કેલી ઊભી કરી છે. અને આ બંને વિવાદ પછી હવે ભૂટાને પણ અસમની તરફ આવતી નદીઓના સિંચાઇના પાણીને રોકી દીધી છે. આ પગલાથી અસમના બક્સા જિલ્લાના ખેડૂતો પરેશાન છે. અને તેમને ખેતી કરવામાં સમસ્યા આવી રહી છે. તેમણે આ મામલે કડક વિરોધ કરીને પ્રદર્શન પણ કર્યા છે. ભાજપ નેતા સુબ્રહ્મણય સ્વામીએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિપોર્ટ મુજબ ભૂટાને મોટું પગલું ઉઠાવીને ભારતીય ખેડૂતોને પોતાની નદીના પાણીનો ઉપયોગ કરતા રોક્યા છે. 1953થી અસમના બક્સા અને અન્ય જિલ્લાના ખેડૂતો ભૂતાનથી આવતા સિંચાઇના પાણીનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. હવે ભૂતાનના આ પગલાંથી 25 ગામોના લોકોની સમસ્યા વધી છે. આ ખેડૂતોએ ભૂતાન તરફ પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને ગુરુવારે પ્રદર્શન પણ કર્યું હતું.

અસમના બક્સા જિલ્લાના ખેડૂતોની સાથે સિવિલ સોસાયટીના લોકોએ પણ ભૂતાનના આ પગલાં વિરુદ્ધ પ્રદર્શન કર્યા છે. પ્રદર્શનકારીઓ કલાકો સુધી રસ્તા રોકી ચક્કાજામ કર્યું હતું. આ તમામ લોકોએ આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા ભૂતાન સરકારને આ મામલે વાતચીત કરી સમાધાન નીકાળવાની વાત કરી છે. કોરોના વાયરસના કારણે ભૂતાનમાં વિદેશી નાગરિકોના પ્રવેશને પર પણ પ્રતિબંધ છે. તેવામાં ભારત-ભૂતાન સીમા પર સ્થિત સમદ્રૂપ જોંગખાર ક્ષેત્રમાં જઇને કાલા નદીના પાણીથી સિંચાઇ માટે ખેતરોમાં લાવતા હતા. પણ ખેડૂતોનો પરવાનગી આપવાથી પણ વંચિત કરવામાં આવ્યા છે.