આફત@ખેડૂતઃ લોકડાઉનમાં ભર ઉનાળે ગુજરાતના આ જીલ્લામાં વરસાદ

દેશમાં એક બાજુ લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે બીજી બાજુ વરસાદે પણ ધુમ મચાવી છે. રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદે માજા મૂકી છે. અપરએર સાઇકોલોનીક સર્કયુલેશન સિસ્ટમ સર્જાતા રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે ગોંડલમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો. કાળા ડિંબાગ વાદળ છાયા બાદ વરસાદ આવતા એક તરફ
 
આફત@ખેડૂતઃ લોકડાઉનમાં ભર ઉનાળે ગુજરાતના આ જીલ્લામાં વરસાદ

દેશમાં એક બાજુ લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે બીજી બાજુ વરસાદે પણ ધુમ મચાવી છે. રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદે માજા મૂકી છે. અપરએર સાઇકોલોનીક સર્કયુલેશન સિસ્ટમ સર્જાતા રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે ગોંડલમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો. કાળા ડિંબાગ વાદળ છાયા બાદ વરસાદ આવતા એક તરફ ભલે ગરમીમાં ઠંડક થઇ હોય, પરંતુ આ વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. ઉમરાળા, નવાગામ, ભંગડા, માછરડા સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે જ અમરેલી પંથકમાં વાતાવરણમાં આશ્ચર્યજનક રીતે પલટો આવ્યો છે. ખાંભા અને ખાંભાગીર પંથકમાં કાળઝાળ ઉનાળાની વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં ખાંભા, ચકરાવા, ભાણીયા, ગીદરડી બાબરપરા, ખડાધાર, પીપળવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી કેરીને નુકસાન થશે તેવી આશંકા સેવાઇ રહી છે.

સુત્રો એ જણાવ્યુ હતુ કે, આ કમાસમી વરસાદે ખેડૂતના પાકને નુકશાનની ભીતિ રહેશે. બીજી બાજુ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન પહોંચશે.