આફત@ગીર સોમનાથઃ 5 કલાકમાં ભૂકંપના 15 આંચકા, જાનહાની ટળી

અટલ સમાચાર, ડેસ્ક ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આશરે 15 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 1.15 કલાકથી સવારે 6 કલાક સુધીમાં આશરે 15 ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી સારી વાત તે રહી કે આ તમામ આંચકાની તીવ્રતા ખુબ ઓછી હતી. ઓછી તીવ્રતાને કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
આફત@ગીર સોમનાથઃ 5 કલાકમાં ભૂકંપના 15 આંચકા, જાનહાની ટળી

અટલ સમાચાર, ડેસ્ક

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આશરે 15 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 1.15 કલાકથી સવારે 6 કલાક સુધીમાં આશરે 15 ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી સારી વાત તે રહી કે આ તમામ આંચકાની તીવ્રતા ખુબ ઓછી હતી. ઓછી તીવ્રતાને કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા ઘણા સમયથી સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા જુનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. તો હવે તાલાલામાં માત્ર એક રાતમાં 15 જેટલા ભૂકંપના આંચકા આવ્યા છે. આ 15 આંચકામાં રાત્રે 3.46 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 3.3 હતી. આ સૌથી મોટો આંચકો હતો.

તાલાલામાં 5 કલાકમાં 15 આંચકા

રાત્રે 1.15 કલાકે 2.0ની તીવ્રતાનો આંચકો
રાત્રે 1.42 કલાકે 1.7ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.11 કલાકે 2.2ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.46 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.55 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.56 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.58 કલાકે 1.8ની તીવ્રતાનો આંચકો
રાત્રે 4.07 કલાકે 2.4ની તીવ્રતાનો આંચકો
રાત્રે 4.44 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.26 કલાકે 2.0ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.27 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.28 કલાકે 2.5ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.35 કલાકે 1.08ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.40 કલાકે 1.4ની તીવ્રતાનો આંચકો
રાત્રે 6.09 કલાકે 2.0ની તીવ્રતાનો આંચકો