આફત@ગુજરાત: ગત 24 કલાકમાં 371 કેસ નોંધાયા, કુલ 12,910

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 371 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 12,910 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 24 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 269 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5488 દર્દીઓને ડિસ્ચાર્જ
 
આફત@ગુજરાત: ગત 24 કલાકમાં 371 કેસ નોંધાયા, કુલ 12,910

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 371 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 12,910 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 24 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 269 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5488 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 773 લોકોનાં મોત થયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 42.50 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5380 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે 233 કેસ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથમાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા અને દાહોદમાં 3-3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, પંચમહાલ, ખેડા, પાટણમાં 1-1 કેસ નોંધાયા છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે 20 મેની રાત સુધીમાં કુલ 633 ટ્રેનો રવાના કરવામાં આવી છે. જેમાંથી 9 લાખ 18 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. કાલે નવી 63 ટ્રેનો થકી 1 લાખ 1 હજાર શ્રમિકો રવાના થશે. આજે રાત સુધીમાં કુલ 697 ટ્રેનોથી 10 લાખ 20 હજાર જેટલા શ્રમિકો પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે