ઘટસ્ફોટ@ડીસા: ખરીદ-વેચાણ સંઘમાં કરોડોની ગેરરીતિ, હોદ્દા જાય તેવી સ્થિતિ

અટલ સમાચાર,ડીસા ડીસા તાલુકા ખરીદ-વેચાણ સંઘના વહીવટને લઇ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી તપાસને અંતે ચેરમેન સહિતના સભ્યોને કરોડોની રકમમાં ગેરરીતિ મુદ્દે નોટીસ ફટકારવામાં આવી છે. નોટીસ એટલી મોટી છે કે, મુદ્દા નં.1 થી 5માં ગંભીર અનિયમતતાઓ બદલ વહીવટદાર કેમ નહીં નિમવા ? તેનો ખુલાસો પુછવામાં આવ્યો છે. સંઘને
 
ઘટસ્ફોટ@ડીસા: ખરીદ-વેચાણ સંઘમાં કરોડોની ગેરરીતિ, હોદ્દા જાય તેવી સ્થિતિ

અટલ સમાચાર,ડીસા

ડીસા તાલુકા ખરીદ-વેચાણ સંઘના વહીવટને લઇ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી તપાસને અંતે ચેરમેન સહિતના સભ્યોને કરોડોની રકમમાં ગેરરીતિ મુદ્દે નોટીસ ફટકારવામાં આવી છે. નોટીસ એટલી મોટી છે કે, મુદ્દા નં.1 થી 5માં ગંભીર અનિયમતતાઓ બદલ વહીવટદાર કેમ નહીં નિમવા ? તેનો ખુલાસો પુછવામાં આવ્યો છે. સંઘને સરેરાશ દોઢ કરોડથી વધુનું આર્થિક નુકશાન કર્યાના મામલે સત્તાધિશોની ભુમિકા શંકાસ્પદ બની છે.

ઘટસ્ફોટ@ડીસા: ખરીદ-વેચાણ સંઘમાં કરોડોની ગેરરીતિ, હોદ્દા જાય તેવી સ્થિતિ

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકા ખરીદ-વેચાણ સંઘના નાણાંકીય હિસાબોની રજીસ્ટ્રાર કચેરીએ કરેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસને અંતે રૂ.40 લાખનું ખાતર, બિયારણ અને દવાનો સ્ટોક બગડી ગયાનું બતાવી ઉચાપત કરી હોવાનું સામે આવ્યુ છે. આ સાથે રૂ.2 કરોડ જેટલો માલ સ્ટોક પત્રકે બતાવ્યો પરંતુ તપાસ કરતાં વિવિધ મંડળીઓને ઉઘારીમાં વેચાણ બતાવ્યો છે. 7.78 લાખનો માલ સ્ટોક પણ વેચાણ બતાવી લેણાં બતાવેલ છે. જેમાં ચેરમેન સહિતના કાર્યવાહકોએ ફરજો બજાવવામાં નિષ્ક્રિયતા દાખવી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.

ઘટસ્ફોટ@ડીસા: ખરીદ-વેચાણ સંઘમાં કરોડોની ગેરરીતિ, હોદ્દા જાય તેવી સ્થિતિ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ખરીદ-વેચાણ સંઘે શોપિંગ સેન્ટર બનાવી દુકાનની હરાજી કરી વેચાણમાં પણ નુકશાન કર્યુ છે. જેમાં ચેરમેનની ભુમિકા બતાવી પારદર્શક પધ્ધતિથી વેચાણ ન કરી સંઘના આર્થિક હિતોને નુકશાન કર્યાનું બતાવ્યુ છે. આ સાથે વર્ષ-2018માં મગફળીની ખરીદીમાં 6.44 લાખનું નુકશાન આવ્યુ છે.

ઘટસ્ફોટ@ડીસા: ખરીદ-વેચાણ સંઘમાં કરોડોની ગેરરીતિ, હોદ્દા જાય તેવી સ્થિતિ

સૌથી મોટી વાત ચેરમેને સંઘમાં કર્મચારીઓની ભરતી અને ચુકવેલ ભથ્થાંઓ સંબંધે ચોક્કસ પધ્ધતિઓ સિવાય કર્યુ છે. તો વળી ચેરમેને મનસ્વી રીતે કમિટીમાં મંજૂર કર્યા સિવાય 1.48 લાખનો ખર્ચ ચુકવ્યો છે.

ઘટસ્ફોટ@ડીસા: ખરીદ-વેચાણ સંઘમાં કરોડોની ગેરરીતિ, હોદ્દા જાય તેવી સ્થિતિ

સમગ્ર મામલે ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ 1961ની કલમ 81 હેઠળ હોદ્દા પરથી દૂર કેમ ન કરવા ? તે અંગે કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જેનો જવાબ કરવા આગામી 6 ઓક્ટોબરે બપોરે આધારા-પુરાવાઓ સાથે હાજર રહેવા આદેશ કર્યો છે. જો હાજર નિયત સમયે ગેરહાજર રહેશે અથવા ખુલાસો કરવામાં નિષ્ફળ જશે તો ગુણદોષ આધારે નિર્ણય લેવાની રજીસ્ટ્રાર એસ.બી.ચૌહાણે તૈયારી બતાવી છે. આવી સ્થિતિમાં ડીસા ખરીદ-વેચાણ સંઘમાં વહીવટદાર નિમાઇ શકે તેવી સંભાવના ઉભી થઇ છે.

ઘટસ્ફોટ@ડીસા: ખરીદ-વેચાણ સંઘમાં કરોડોની ગેરરીતિ, હોદ્દા જાય તેવી સ્થિતિ