ઘટસ્ફોટ@મહેસાણા: પ્રોપર્ટીકાર્ડ બનાવ્યા પહેલાં 25,000 સર્વે નંબર ડીલીટ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં જમીનના ડેટાને લઇ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ખેડૂતોના સર્વે નંબરોમાં ફેરફાર થયા હોવાની ફરીયાદ વચ્ચે નવો વિષય બહાર આવ્યો છે. જેમાં સરેરાશ 25,000થી વધુ સર્વે નંબર આગળની પ્રક્રિયા પુર્ણ કર્યા પહેલાં જ ડીલીટ થઇ ગયા છે. પ્રોપર્ટીકાર્ડ બનાવ્યા પહેલા થોકબંધ સર્વે નંબરો ઓનલાઇન ઉ૫રથી ડીલીટ થઇ જતાં
 
ઘટસ્ફોટ@મહેસાણા: પ્રોપર્ટીકાર્ડ બનાવ્યા પહેલાં 25,000 સર્વે નંબર ડીલીટ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં જમીનના ડેટાને લઇ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ખેડૂતોના સર્વે નંબરોમાં ફેરફાર થયા હોવાની ફરીયાદ વચ્ચે નવો વિષય બહાર આવ્યો છે. જેમાં સરેરાશ 25,000થી વધુ સર્વે નંબર આગળની પ્રક્રિયા પુર્ણ કર્યા પહેલાં જ ડીલીટ થઇ ગયા છે. પ્રોપર્ટીકાર્ડ બનાવ્યા પહેલા થોકબંધ સર્વે નંબરો ઓનલાઇન ઉ૫રથી ડીલીટ થઇ જતાં જમીન માલિકોની સ્થિતિ કફોડી બની છે. સમગ્ર મામલે કલેક્ટર કચેરી દ્રારા ડીએલઆરને સર્વે નંબર શરૂ કરવા આદેશ કરેલો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા જમીન દફતરમાં યુધ્ધના ધોરણે કામગીરી કરવી પડે તેવી નોબત બની છે. ખેતી અને બિનખેતીના અનેક સર્વે નંબરો ડીલીટ થઇ ગયા હોઇ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ખેડૂતોના સર્વે નંબરને લઇ ભારતીય કિશાન સંઘે રજૂઆત કર્યા બાદ બિનખેતી બાબતે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સરેરાશ 25,000થી વધુ સર્વે નંબરો પ્રોપર્ટીકાર્ડ બનાવ્યા પહેલાં ડીલીટ કરી દીધા છે. આથી તે સંબંધિત જમીન માલિકો પોતાના પ્લોટ કે જગ્યાને લઇ ઓનલાઇન રેકર્ડ મેળવી શકતા નથી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આટલી મોટી સંખ્યામાં સર્વે નંબરો ડીલીટ થઇ જતાં વહીવટી તંત્રની ભૂમિકા સવાલો વચ્ચે આવી છે. આથી કલેક્ટરે બંધ સર્વે નંબરો મામલે પ્રોપર્ટીકાર્ડ બનાવવા સહિતની બાબતે જીલ્લા જમીન દફતર કચેરીને આદેશ કર્યા છે. આથી ડીએલઆર દ્રારા એસએલઆર પાસેથી માર્ગદર્શન મેળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી. એકતરફ રીસર્વેમાં અનેક ફરીયાદો વચ્ચે બિનખેતીના સર્વે નંબર પ્રક્રિયા પુર્ણ થાય તે પહેલાં ડીલીટ કરી દીધા છે. આથી જીલ્લા જમીન મહેસુલના સત્તાધિશોને દોડધામ મચી છે.