ઘટસ્ફોટ@રાધનપુર: પાલિકાની 6 કમિટી નામ પુરતી, દોઢ વર્ષથી મિટીંગ નીલ

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર નગરપાલિકામાં કમિટીઓ દ્રારા ચાલતા વહીવટને લઇ મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. કારોબારી અને ટીપી સિવાયની કમિટીઓની મિટીંગ છેલ્લા દોઢ વર્ષથી મળી નથી. જ્યારથી પાલિકામાં કમિટીઓની રચના થઇ ત્યારથી એકપણ બેઠક બોલાવવામાં આવી ન હોવાનું બહાર આવ્યુ છે. આવી સ્થિતિમાં કમિટી ચેરમેન અને સભ્યોની ભુમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. છ
 
ઘટસ્ફોટ@રાધનપુર: પાલિકાની 6 કમિટી નામ પુરતી, દોઢ વર્ષથી મિટીંગ નીલ

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર નગરપાલિકામાં કમિટીઓ દ્રારા ચાલતા વહીવટને લઇ મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. કારોબારી અને ટીપી સિવાયની કમિટીઓની મિટીંગ છેલ્લા દોઢ વર્ષથી મળી નથી. જ્યારથી પાલિકામાં કમિટીઓની રચના થઇ ત્યારથી એકપણ બેઠક બોલાવવામાં આવી ન હોવાનું બહાર આવ્યુ છે. આવી સ્થિતિમાં કમિટી ચેરમેન અને સભ્યોની ભુમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. છ કમિટીઓ પાલિકામાં શોભાના ગાંઠીયા સમાન હોવાનો સવાલ સામે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકામાં કોંગ્રેસની સત્તા આવ્યા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી કરવામાં આવી હતી. આ પછી ગણતરીના દિવસોમાં કમિટીની રચના અને ચેરમેનની પસંદગી કરી લેવાઇ હતી. જોકે કારોબારી અને ટીપી કમિટી સર્વ સત્તાધિશ હોય તેમ બાંધકામ, વોટર વર્કસ, ગુમાસ્તા ધારા, લાઇટ, દબાણ, યુડીસી સહિતની કમિટીઓની બેઠક મળી નથી. છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયથી એટલે કે કમિટી બની ત્યારથી મિટીંગ નીલ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સમગ્ર મામલે રાધનપુર પાલિકાના ચીફ ઓફીસર રૂડાભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ કે, કારોબારી અને ટીપી સિવાયની એકપણ કમિટી ચેરમેને બેઠક બોલાવી નથી. તમામ કામો જનરલ બોર્ડમાં મુકવામાં આવે છે. જે તે કમિટીના ચેરમેનને બેઠક બોલવવાનો અધિકાર છે. જો કમિટી ચેરમેન જાગૃત હોય તો બેઠક બોલાવી, સભ્યોના સુચન મેળવી, ઠરાવ કરીને જનરલ બોર્ડમાં મુકી શકે છે. પાલિકામાં 8થી 10 કમિટીઓ પૈકી કારોબારી અને ટીપી સિવાય એકપણ બેઠક મળી નથી તેવુ ઉમેર્યુ હતુ.