ખુલાસો@RBI: 100, 10 અને 5 રુપિયાની જૂની નોટો પરત નહીં ખેચવામાં આવે

અટલ સમાચાર, ડેસ્ક માર્ચ મહિના પછી પાંચ, 10 અને 100 રૂપિયાની અમુક ચલણી નોટો માર્ચ મહિના પછી નહીં ચાલે તેવા અહેવાલ પર રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાતરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. આરબીઆઈએ આજે (સોમવારે) પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ અંગેના જે અહેવાલ ફરતા થયા છે તેમાં કોઈ તથ્યો નથી.
 
ખુલાસો@RBI: 100, 10 અને 5 રુપિયાની જૂની નોટો પરત નહીં ખેચવામાં આવે

અટલ સમાચાર, ડેસ્ક

માર્ચ મહિના પછી પાંચ, 10 અને 100 રૂપિયાની અમુક ચલણી નોટો માર્ચ મહિના પછી નહીં ચાલે તેવા અહેવાલ પર રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાતરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. આરબીઆઈએ આજે (સોમવારે) પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ અંગેના જે અહેવાલ ફરતા થયા છે તેમાં કોઈ તથ્યો નથી. આરબીઆઈ (RBI)ની આવી કોઈ યોજના નથી. નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક તરફથી 100 રુપિયાની નવી નોટ વર્ષ 2019માં જાહેર કરવામાં આવી હતી. આરબીઆઈ તરફથી સોમવારે બપોરે 3:14 વાગ્યે ટ્વીટ કરવામાં આવ્યું છે કે, “મીડિયામાં 100, 10 અને પાંચ રૂપિયાની ચલણી નોટો નજીકના ભવિષ્યમાં બંધ કરવામાં આવશે તેવા પ્રગટ થયેલા અહેવાલ સત્યથી વિહોણા છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ અહેવાલ ખોટા છે.”

તાજેતરમાં એવા અહેવાલ વહેતા થયા હતા કે માર્ચ, એપ્રિલ પછી 100, 10 અને 5ની જૂની નોટો ચલણમાં નહીં રહે. આ જાણકારી રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના જનરલ મેનેજર બી મહેશે આપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આરબીઆઈ જૂની નોટોની સીરિઝ પરત લેવાની યોજના પર કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં સરકારે એકાએક 500 અને 1000 રુપિયાની જૂની નોટો બંધ (demonetization)કરી દીધી હતી, જેનાથી અફરાતફરી મચી હતી. 100,10 અને પાંચ રૂપિયાની જૂની નોટો બંધ થવાના અહેવાલ બાદ પણ લોકોમાં થોડો ફફડાટ જોવા મળ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019માં 100 રૂપિયાની નવા રંગરૂપમાં રજૂ કરી હતી. જેના પર ગુજરાત રાજ્યના પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આવેલી રાણકી વાવની તસવીર આવેલી છે. આ પહેલા, 8 નવેમ્બર 2016ના રોજ, મોદી સરકારે નકલી ચલણને પરિભ્રમણથી દૂર કરવાના ઉદ્દેશ્યથી જૂની 500 અને 1000ની નોટોને બંધ કરી અને નવી નોટો છાપવી. જેમાં 500 અને 2000, 200ની નોટો શામેલ છે.