ઘટસ્ફોટ@સાબરકાંઠા: 2 જીલ્લાના વહીવટમાં ફેર, 6 માસથી સંકલનની બેઠક અધ્ધરતાલ

અટલ સમાચાર, હિંમતનગર કોવિડ મહામારી વચ્ચે સાબરકાંઠા જીલ્લા વહીવટી તંત્રને સંબંધિત સૌથી મોટી વાત સામે આવી છે. ગત માર્ચ-એપ્રિલ દરમ્યાન મળેલી સંકલનની બેઠક આજ સુધી અધ્ધરતાલ રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોરોનાકાળ શરૂ થયો ત્યારથી છ મહિનામાં મળતી છ બેઠક ઉપર બ્રેક રહેતાં ખેડબ્રહ્મા ધારાસભ્યએ સવાલો ઉભા કર્યા છે. સમગ્ર જીલ્લાના તમામ વિભાગોના પ્રશ્નોની રજૂઆત
 
ઘટસ્ફોટ@સાબરકાંઠા: 2 જીલ્લાના વહીવટમાં ફેર, 6 માસથી સંકલનની બેઠક અધ્ધરતાલ

અટલ સમાચાર, હિંમતનગર

કોવિડ મહામારી વચ્ચે સાબરકાંઠા જીલ્લા વહીવટી તંત્રને સંબંધિત સૌથી મોટી વાત સામે આવી છે. ગત માર્ચ-એપ્રિલ દરમ્યાન મળેલી સંકલનની બેઠક આજ સુધી અધ્ધરતાલ રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોરોનાકાળ શરૂ થયો ત્યારથી છ મહિનામાં મળતી છ બેઠક ઉપર બ્રેક રહેતાં ખેડબ્રહ્મા ધારાસભ્યએ સવાલો ઉભા કર્યા છે. સમગ્ર જીલ્લાના તમામ વિભાગોના પ્રશ્નોની રજૂઆત અને નિરાકરણ માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છ મહિનાથી બની શક્યુ નથી. સંકલનની બેઠક બાબતે સાબરકાંઠા અને અન્ય જીલ્લાના કલેક્ટરના વહીવટ વચ્ચે મોટો ફેરફાર સામે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના બે જીલ્લાના વહીવટી તંત્ર લગતની મીટીંગ અંગે મોટો ફેરફાર સામે આવ્યો છે. કોરોના હોવાનું કહીને સાબરકાંઠા જીલ્લા વહીવટીતંત્ર દ્રારા છ-છ મહિનાથી સંકલનની મિટીંગ ઉપર બ્રેક લગાવી દેવામાં આવી છે. જેમાં ખેડબ્રહ્માના કોંગ્રેસી ધારાસભ્ય અશ્વિન કોટવાલે સવાલો ઉભા કર્યા બાદ અનેક બાબતો સામે આવી છે. સાબરકાંઠા જીલ્લા પંચાયત, પાલિકા અને પંચાયતોની મિટીંગો મળતી હોવાની સામે સંકલનને કોરોના ગ્રહણ લાગી ગયુ છે. આ સાથે મહેસાણા અને પાટણ સહિતના જીલ્લાઓમાં સંકલનની બેઠક મળતી હોવા છતાં સાબરકાંઠા જીલ્લામાં કોરોના જાણે કાળ બન્યો હોય તેમ ટાળવામાં આવી છે.

ઘટસ્ફોટ@સાબરકાંઠા: 2 જીલ્લાના વહીવટમાં ફેર, 6 માસથી સંકલનની બેઠક અધ્ધરતાલ
File Photo

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકાર તબક્કાવાર ગાઇડલાઇન અને સુચનાઓ આપી રહી છે. જેનો અમલ જીલ્લા તંત્ર દ્રારા સંક્રમણ અટકાવવા ઉપર કરવામાં આવી રહ્યો છે. હવે જ્યારે સંકલનની બેઠક ઉત્તર ગુજરાત સહિત જીલ્લાઓમાં દર મહિને મળે છે. જેમાં કોવિડની શરૂઆતના માર્ચ-એપ્રિલ અને મે મહિના બાદ શરૂ થયેલા અનલોક દરમ્યાન સંકલનની બેઠક શરૂ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તાજેતરમાં મહેસાણા જીલ્લામાં સંકલનની બેઠક મળી ચુકી જ્યારે સાબરકાંઠામાં હજુ સુધી બ્રેક રહી છે. જેની સામે ધારાસભ્ય અશ્વિન કોટવાલે સંકલનની બેઠક ટાળવામાં આવી રહ્યા હોવા બાબતે આક્ષેપો કર્યા છે.

શું કહ્યુ ધારાસભ્ય અશ્વિન કોટવાલે ?

સમગ્ર બાબતે અશ્વિન કોટવાલે જણાવ્યું હતુ કે, જનહિતના પ્રશ્નો વિધાનસભાની સામે જીલ્લામાં જ ઝડપથી નિરાકરણ આવે તે માટે સંકલનની મિટીંગ અત્યંત મહત્વની છે. જીલ્લા પંચાયતની સામાન્ય સભા અને વિધાનસભાની બેઠકો મળતી હોવા છતાં કોરોના હોવાનું જણાવી જીલ્લા સંકલનની મિટીંગ ટાળવામાં આવી રહી છે. પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટેનો સૌથી મોટો વહીવટી મહાકુંભ કહી શકાય તેવી મહત્વની સંકલનની મિટીંગ છ મહિનાથી મળી નથી.

શું કહ્યુ સાબરકાંઠા કલેક્ટરે ?

આ તરફ સાબરકાંઠા કલેક્ટર સી.જે.પટેલે જણાવ્યું હતુ કે, કોરોના મહામારીને કારણે મિટીંગ બોલાવવામાં આવી નથી. જ્યારે મિટીંગ નહીં મળવા છતાં પ્રજાના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવાની પ્રક્રિયા જે તે વિભાગની કચેરી દ્રારા યથાવત છે. જોકે જીલ્લા પંચાયત બાબતે સવાલ કરતાં કહ્યુ હતુ કે, તેમાં ડેલીગેટો હોવાથી સામાન્ય સભા બોલાવવી જરૂરી બને છે. અટલ સમાચાર ડોટ કોમની વાતચીતને અંતે કલેક્ટરે આગામી દિવસોએ મિટીંગ બોલાવવા ઉપર હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.