ભેદભાવ@રાધનપુર: દબાણ સામે દુકાનો સીલ, તોતિંગ મોલ સામે પાલિકા ચુપ

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર નગરપાલિકાની દબાણ સામેની કાર્યવાહીને લઇ સવાલો અને આશંકાઓ ઉભી થઇ છે. તાજેતરમાં મસાલી રોડ પરની દુકાનો દબાણના કારણે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ તરફ નેશનલ હાઇવેની બાજુમાં ઉભો થયેલ તોતિંગ મોલ જોગવાઇની વિરૂધ્ધ હોવા છતાં પાલિકાના સત્તાધિશો નોટીસ સિવાય કંઇ ઉકાળી શક્યા નથી. જેને લઇ પાલિકાની કાર્યવાહીમાં નાના અને
 
ભેદભાવ@રાધનપુર: દબાણ સામે દુકાનો સીલ, તોતિંગ મોલ સામે પાલિકા ચુપ

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર નગરપાલિકાની દબાણ સામેની કાર્યવાહીને લઇ સવાલો અને આશંકાઓ ઉભી થઇ છે. તાજેતરમાં મસાલી રોડ પરની દુકાનો દબાણના કારણે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ તરફ નેશનલ હાઇવેની બાજુમાં ઉભો થયેલ તોતિંગ મોલ જોગવાઇની વિરૂધ્ધ હોવા છતાં પાલિકાના સત્તાધિશો નોટીસ સિવાય કંઇ ઉકાળી શક્યા નથી. જેને લઇ પાલિકાની કાર્યવાહીમાં નાના અને મોટા વેપારીઓ વચ્ચે ભેદભાવની સ્થિતિ બની છે.

ભેદભાવ@રાધનપુર: દબાણ સામે દુકાનો સીલ, તોતિંગ મોલ સામે પાલિકા ચુપ

પાટણ જીલ્લાની રાધનપુર નગરપાલિકાના વહીવટી અને રાજકીય સત્તાધિશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકા અવારનવાર દબાણને લઇ કાર્યવાહી કરે છે ત્યારે તાજેતરમાં થયેલી ગતિવિધિથી શહેરના વેપારી આલમમાં મોટી ચર્ચા ઉભી થઇ છે. અગાઉ મસાલી રોડ પર આવેલી કેટલીક દુકાનો સામે પાલિકાએ લાલઆંખ કરી સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી હતી. જેની સામે નેશનલ હાઇવેની બાજુમાં ઉભા તોતિંગ મોલને બબ્બે નોટીસ ફટકારી સંતોષ માન્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર પાલિકામાં સત્તાધિન કોંગ્રેસી નગરસેવકો અને વહીવટી કર્મચારીઓ વચ્ચે તાલમેલ સામે રાજકીય ચંચૂપાત ઉભો થતો રહે છે. નાના વેપારીઓના દબાણની સામે મોટા મોલ કે દિગ્ગ્જોના ઓળખીતા હોવાનુ સામે આવતા કાર્યવાહીમાં વ્હાલા-દવલાની સ્થિતિ બને છે. ઉલ્લેખનિય છે કે, નેશનલ હાઇવેની બાજુમાં આવેલો તોતિંગ મોલ જોગવાઇઓની સામે-સામે સુરક્ષા બાબતે પણ સવાલોની સ્થિતિમાં આવ્યો છે.