ચકચાર@છાપી: લગ્ન વિના ભાણીને બાળકનો જન્મ, તપાસ કરતાં ચોંક્યા, નોકરીથી દોડી આવી સૈનિકે ફરિયાદ નોંધાવી

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ વડગામ તાલુકાના સૈનિકના પરિવાર સાથે ચોંકાવનારી ઘટના બની છે. પાલનપુર તાલુકામાં માદરે વતને આવ્યા બાદ સૈનિક નોકરીના રહેણાંક સ્થળે ભાણીને લાવ્યા હતા. સૈનિકની પત્નીને ડિલિવરી હોઇ મદદ માટે 17 વર્ષની ભાણી પુના ગઈ હતી. આ દરમ્યાન કિશોર વયની ભાણીને પેટમાં દુઃખાવો થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં બાળકને જન્મ
 
ચકચાર@છાપી: લગ્ન વિના ભાણીને બાળકનો જન્મ, તપાસ કરતાં ચોંક્યા, નોકરીથી દોડી આવી સૈનિકે ફરિયાદ નોંધાવી

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ

વડગામ તાલુકાના સૈનિકના પરિવાર સાથે ચોંકાવનારી ઘટના બની છે. પાલનપુર તાલુકામાં માદરે વતને આવ્યા બાદ સૈનિક નોકરીના રહેણાંક સ્થળે ભાણીને લાવ્યા હતા. સૈનિકની પત્નીને ડિલિવરી હોઇ મદદ માટે 17 વર્ષની ભાણી પુના ગઈ હતી. આ દરમ્યાન કિશોર વયની ભાણીને પેટમાં દુઃખાવો થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં બાળકને જન્મ આપતાં સૈનિક અને તેમની પત્ની ચોંકી ગયા હતા. લગ્ન વગર અને 18 વર્ષ પહેલાં પોતાની ભાણીએ બાળકને જન્મ આપતાં સૈનિકે તપાસ કરી હતી. જેમાં વડગામ પંથકના સમાજના જ ઈસમે અવૈધ સબંધ બાંધી ગર્ભવતી બનાવી હોવાનો ખુલાસો થયો હતો.

પાલનપુર તાલુકાના માલણા ગામના યુવકને છેક મહારાષ્ટ્રના પુણેમાં નોકરી છે. આર્મીમાં નોકરી હોઇ યુવાન રજામાં વતન આવતા હતા. ડીસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 દરમ્યાન સૈનિક યુવાનની પત્નીને ડિલિવરી થતાં વતન આવ્યા હતા. આ પછી પુણે નોકરીમાં પરત આવતાં પત્નીને મદદ માટે ભાણી સાથે આવી હતી. આ દરમિયાન ભાણી મોબાઇલ ઉપર કોઇ સાથે વાતચીત પણ કરતી હતી. પુણેમાં રહેતાં ભાણીને અચાનક પેટમાં દુખતાં દવાખાને લઈ ગયા હતા. જ્યાં બાળકને જન્મ આપતાં સૈનિક અને તેમનો પરિવાર ચોંકી ઊઠ્યા હતા. જેની તપાસ કરતાં ભાણીને વડગામ પંથકના એક યુવક સાથે સંબંધનો ખુલાસો થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતું કે, ભારે દોડધામ કરી તપાસ કરતાં સૈનિકની ભાણીને છેલ્લા કેટલાક સમયથી વડગામ તાલુકાના ભરકવાડા ગામના સુહાસ કાંતિલાલ બેચરભાઈ પ્રજાપતિ સાથે પરિચયનો સંબંધ હતો. આ દરમ્યાન કિશોરીને શરીર સંબંધની ખબર ન હોઇ તેનો ગેરલાભ ઉઠાવી આરોપી ઈસમે દુષ્કૃત્ય કર્યું હતું. સુહાસ પ્રજાપતિએ પિડીત કિશોરીની અણસમજણ પારખી જાતિય સંબંધ બાંધવા મજબૂર કરી હતી. આ દરમ્યાન કિશોરીને ગર્ભવતી બનાવી દેતાં પુણે ગયા બાદ ખુલાસો થયો હતો. સૈનિક પ્રથમ પુણે પોલીસને જાણ કર્યા બાદ બનાસકાંઠા જિલ્લાની છાપી પોલીસે આરોપી ઈસમ વિરુદ્ધ આઇપીસી 376, 376(3) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.