ચકચાર@ડીસાઃ આશાસ્પદ યુવકે ટ્રેન નીચે પડતું મુકી, જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર, દિયોદર (અંકુર ત્રિવેદી) કોરોના સંકટ વચ્ચે સતત આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે. આ સમયે ડીસા તાલુકામાં દુર્ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામના યુવકે કોઇ અગમ્ય કારણોસર માલગાડીના નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યુ છે. ગઇકાલે રાત્રીના સમયે આશાસ્પદ યુવકે આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગેને જાણ ભીલડી
 
ચકચાર@ડીસાઃ આશાસ્પદ યુવકે ટ્રેન નીચે પડતું મુકી, જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર, દિયોદર (અંકુર ત્રિવેદી)

કોરોના સંકટ વચ્ચે સતત આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે. આ સમયે ડીસા તાલુકામાં દુર્ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામના યુવકે કોઇ અગમ્ય કારણોસર માલગાડીના નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યુ છે. ગઇકાલે રાત્રીના સમયે આશાસ્પદ યુવકે આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગેને જાણ ભીલડી પોલીસને થતાં પી.એસ.આઇ. એ.બી.શાહ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ઘરનાળ ગામના વતની જલાજી જીવણજી ઠાકોર ઉ.વ. 37 જેઓ ખેતી કામ કરી ગુજરાન ચલાવતા હતા. પરંતુ ગઇકાલે કોઇ અગમ્ય કારણોસર પોતાની જીદંગી ટુંકાવી છે. આ ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ સાથે પોલીસે અકસ્મતી ગુનો નોંધીને વધુ તપાસ પી.એસા.આઇ. એ.બી.શાહ હાથ ધરી છે. પરિવારમાં મોભીનું મોત થતાં ઘરમાં માતમ છવાયો હતો.

ચકચાર@ડીસાઃ આશાસ્પદ યુવકે ટ્રેન નીચે પડતું મુકી, જીવન ટુંકાવ્યું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તેઓ કોઇ આવેશમાં આવી આ મોતનું પગલું ભર્યું હોય તેવું સામે આવ્યુ છે. જલાજી જીવણજી ગઇકાલે રાત્રીના સુમારે માલગાડીના નીચે પડતું મુક્યું હતું અને તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ભીલડી પી.એસ.આઇ. મૃતદેહને ભીલડી પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં પી.એમ કરાવીને લાશને વારસદારોને સોંપી હતી.

ચકચાર@ડીસાઃ આશાસ્પદ યુવકે ટ્રેન નીચે પડતું મુકી, જીવન ટુંકાવ્યું
જાહેરાત