ચકચાર@ડીસા: સંયુક્ત પેઢીથી અલગ થયા બાદ સમાધાનના 11.51 લાખ નહી આપતાં 2 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા પંથકમાં સંયુક્ત માલિકીની પેઢીમાં સમાધાન લેખ કરાવ્યા બાદ પૈસા નહીં આપ્યાં હોવાની ઘટના સામે આવી છે. શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી ફરીયાદીના પિતા અને આરોપીના માતાની સંયુક્તિથી ચાલતી હતી. જે બાદમાં ફરીયાદીના પિતા છુટ્ટા પડતાં સપુર્ણ હવાલો સામાવાળા વ્યક્તિનો રાખ્યો હતો. જે બાદમાં તકરારને અંતે સમાધાન લેખ કરાવ્યો હતો. જેમાં
 
ચકચાર@ડીસા: સંયુક્ત પેઢીથી અલગ થયા બાદ સમાધાનના 11.51 લાખ નહી આપતાં 2 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા પંથકમાં સંયુક્ત માલિકીની પેઢીમાં સમાધાન લેખ કરાવ્યા બાદ પૈસા નહીં આપ્યાં હોવાની ઘટના સામે આવી છે. શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી ફરીયાદીના પિતા અને આરોપીના માતાની સંયુક્તિથી ચાલતી હતી. જે બાદમાં ફરીયાદીના પિતા છુટ્ટા પડતાં સપુર્ણ હવાલો સામાવાળા વ્યક્તિનો રાખ્યો હતો. જે બાદમાં તકરારને અંતે સમાધાન લેખ કરાવ્યો હતો. જેમાં આરોપીઓએ ફરીયાદીને 11,51,000 ત્રણ વર્ષમાં આપી દેવાનુ નક્કી કરી નોટરી કરાવાઇ હતી. જોકે આરોપીએ 3 વર્ષ બાદ પૈસા નહીં આપતાં તેમને નોટીસ આપવામાં આવી હતી. આમ છતાં પણ આરોપીઓને પૈસા નહીં આપતાં છેવટે ફરીયાદીએ આરોપી અને સમાધાન લેખના સાક્ષી સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરની જયભારત સોસાયટીમાં રહેતાં સુરેશકુમાર પુરોહિત વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ડીસાના ગાંધી ચોકમાં આવેલ મિલ્કત આકારણી નં-09/425 જેનો નવો આકારણી નંબર 4681 છે. આ મિલ્કત પ્રકાશ ટ્રાન્સપોર્ટ ફરીયાદીના પિતા અને આરોપીના માતાના નામે સંયુક્તિથી ચાલતી હતી. આ તરફ ફરીયાદીના પિતા સંયુક્ત માલિકીથી અલગ થયા બાદ તેમનો કોઇ હક્ક ન રહ્યો હોઇ આરોપી અને ફરીયાદી વચ્ચે આ મામલે તકરાર થઇ હતી. જે બાદમાં આગેવાનોએ મળી બંને વચ્ચે સમાધાન કરાવતાં આરોપીએ ફરીયાદીને ત્રણ વર્ષમાં 11,51,000 આપવા તેવો સમાધાન લેખ નોટરી કરાવવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ 05-01-2017થી 3 વર્ષ એટલે કે તા.04-01-2020 સુધીમાં 11,51,000 આરોપીએ ફરીયાદીને આપવા તેવો સમાધાન લેખ કરાયો હતો. આ સમાધાન લેખમાં આરોપીના સાક્ષી તરીકે રહેલાં મહેશભાઇ મોદી રહ્યાં હતા. જે બાદમાં 3 વર્ષ પુર્ણ થતાં સુરેશકુમાર પુરોહીતે પૈસાની માંગણી કરતાં કોઇ યોગ્ય જવાબ નહીં મળતાં તેમને સાક્ષી મહેશભાઇનો સંપર્ક કર્યો હતો. જોકે કોઇ યોગ્ય જવાબ નહીં મળતાં અને નોટીસ આપવાં છતાં પણ પૈસાની ચુકવણી કરી ન હતી. જેને લઇ સુરેશકુમાર પુરોહીતે 2 ઇસમોના નામજોગ ડીસા સાઉથ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 406, 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. મહેશભાઇ કાંતીભાઇ મોદી, ડીસા-ગાયત્રી મંદીર પાછળ, રામનગર, તા.ડીસા, જી.બનાસકાંઠા
  2. મુકેશકુમાર સોમાલાલ પુરોહીત, ડીસા-જયભારત સોસાયટી, તા.ડીસા, જી.બનાસકાંઠા