ચકચાર@દિયોદર: સામાન્ય બાબતમાં પરિવાર પર ધારીયાંથી હુમલો, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર, દિયોદર દિયોદર તાલુકાના ગામે નજીવી બાબતે મહિલા અને તેમના પતિ-સસરા પર ગામના લોકોએ જીવલેણ હુમલો કર્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ગત દિવસોએ ગામના ખેડૂત પિતા-પુત્ર ટ્રેક્ટરમાં ઘાસચારો ભરીને પસાર થતાં દરમ્યાન નડતરરૂપ ઝાડનું ડાળું કાપી નાંખ્યું હતુ. જે બાદમાં ગામના ત્રણ ઇસમોએ ઝાડનું ડાળું કેમ કાપ્યું એવું કહી તેમની ઉપર ધારીયા વડે
 
ચકચાર@દિયોદર: સામાન્ય બાબતમાં પરિવાર પર ધારીયાંથી હુમલો, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર, દિયોદર

દિયોદર તાલુકાના ગામે નજીવી બાબતે મહિલા અને તેમના પતિ-સસરા પર ગામના લોકોએ જીવલેણ હુમલો કર્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ગત દિવસોએ ગામના ખેડૂત પિતા-પુત્ર ટ્રેક્ટરમાં ઘાસચારો ભરીને પસાર થતાં દરમ્યાન નડતરરૂપ ઝાડનું ડાળું કાપી નાંખ્યું હતુ. જે બાદમાં ગામના ત્રણ ઇસમોએ ઝાડનું ડાળું કેમ કાપ્યું એવું કહી તેમની ઉપર ધારીયા વડે અને ગડદાપાટુંનો માર માર્યો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ તરફ મહિલાએ ત્રણેય વ્યક્તિ સામે દિયોદર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના પાલડી ગામે અણસીબેન હેમરાજભાઇ નરસીભાઇ પટેલ પરીવાર સાથે રહે છે. ગત દિવસે અણસીબેનના પતિ હેમરાજભાઇ અને તેમના સસરા નરસીભાઇ ભોરોલ ગામેથી ટ્રેક્ટરના ટોલામાં ભેંસો માટે ચાર લઇને આવતાં હતા. આ દરમ્યાન રસ્તામાં ઝાડનું ડાળું નડતરરૂપ હોઇ હેમરાજભાઇએ ડાળું કાપી ટ્રેક્ટર લઇ ખેતરમાં આવતાં હતા. આ વખતે ગામના સવાભાઇ પટેલે ખેતરના ઝાંપા પાસે આવી ફરીયાદીના પતિ અને સસરાને કહેલ કે, તમોએ રસ્તામાંથી ઝાડનું ડાળું કેમ કાપેલ છે ? જેથી હેમરાજભાઇએ કહેલ કે, નડતરરૂપ હોવાથી કાપી નાંખેલ છે.

આ દરમ્યાન સવાભાઇ પટેલે એકદમ ઉશ્કેરાઇ જઇ મા-બેન સામે ભુંડી ગાળો બોલવા લાગ્યા હતા. તે વખતે હરદાનભાઇ પટેલ અને કમાભાઇ પટેલ પણ આવી પહોંચી ગાળાગાળી કરી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ તરફ કમાભાઇએ તેમના હાથમાનું ધારીયું હેમરાજભાઇને મારવા જતાં ફરીયાદી અણસીબેન તેમને બચાવવા વચ્ચે પડતાં તેમને માથાના પાછળના ભાગે વાગી જતાં લોહી નીકળવાં લાગ્યુ હતુ. આમ છતાં આ ઇસમોએ ફરીયાદીના સસરાને આડેધડ ગડદા પાટુંનો માર મારતાં બચાવો-બચાવોનો બુમો પાડતાં લોકો દોડી આવ્યાં હતા.

મહિલાએ નોંધાવેલી ફરીયાદ મુજબ સ્થાનિકો આવી જતાં ઇસમોએ જતાં-જતાં કહેલ કે, આજે તો તમે બચી ગયા છો, પરંતુ લાગ આવેથી તમોને જાનથી મારી નાખીશું. આ તરફ મહિલાને લોહી આવતુ઼ હોઇ પ્રથમ દિયોદર સરકારી દવાખાને લઇ ગયા બાદ વધુ સારવાર અર્થે ઓર્થોપેડીક ડોક્ટરને ત્યાં લઇ ગયા હતા. આ તરફ ગામના આગેવાનોએ સમાધાનના પ્રયત્નો કરવા છતાં અણસીબેન સહિત પરિવારે સમાધાન કરવું ન હોઇ તમામ સામે દિયોદર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. દિયોદર પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 323, 324, 294(b), 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. કમાભાઇ ભલાભાઇ પટેલ, ગામ-ભગવાનપુરા, તા.દિયોદર, જી.બનાસકાંઠા
  2. હરદાનભાઇ ભઇાભાઇ પટેલ, ગામ-ભગવાનપુરા, તા.દિયોદર, જી.બનાસકાંઠા
  3. સવાભાઇ ભલાભાઇ પટેલ, ગામ-ભગવાનપુર, તા.દિયોદર, જી.બનાસકાંઠા