ચકચાર@ધનસુરા: કેબીનેટ મંત્રીની હાજરીમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

અટલ સમાચાર, ઘનસુરા કોરોના મહામારી વચ્ચે આજે ધનસુરા ખાતે કિસાન સહાય યોજના કાર્યક્રમમાં યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. કેબીનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકે ખેતીલાયક જમીનમાં શાળાનું બાધંકામ કરી દીધુ હોવાના આક્ષેપ સાથે વારંવાર રજૂઆત કરવા છતાં ન્યાય નહિ મળતાં આજે
 
ચકચાર@ધનસુરા: કેબીનેટ મંત્રીની હાજરીમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

અટલ સમાચાર, ઘનસુરા

કોરોના મહામારી વચ્ચે આજે ધનસુરા ખાતે કિસાન સહાય યોજના કાર્યક્રમમાં યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. કેબીનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકે ખેતીલાયક જમીનમાં શાળાનું બાધંકામ કરી દીધુ હોવાના આક્ષેપ સાથે વારંવાર રજૂઆત કરવા છતાં ન્યાય નહિ મળતાં આજે તેને આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ધનસુરામાં માર્કેટયાર્ડ ખાતે આજે કેબીનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કિશાન સહાય યોજનાનો કાર્યક્રમ ચાલુ હતો. આ દરમ્યાન એક યુવકે અચાનક આત્મવિલોપનનો પ્રયાસ કરતાં અફરાતફરીનો દ્રશ્યો સર્જાયા હતા. અગાઉ યુવકે પંથકમાં ખેતીલાયક જમીનમાં શાળાનું બાંધકામ કરાયુ હોવાના આક્ષેપ સાથે ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો કરી હતી. જોકે તેને ન્યાય નહિ મળતાં આજે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

ચકચાર@ધનસુરા: કેબીનેટ મંત્રીની હાજરીમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવકની અટકાયત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ધનસુરામાં આજે કિસાન સહાય યોજનાના કાર્યક્રમમાં યુવકના આત્મવિલોપનના પ્રયાસથી હડકંપ મચી ગયો છે. આ યુવક દ્વારા ખેતીલાયક જમીનમાં શાળાનું બાંધકામ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેને લઇ છેલ્લા કેટલાય સમયથી તે રજૂઆત કર્યા બાદ તંત્ર દ્વારા તેનું કોઇ સાભળતુ ન હોવાનો અને કોઇ પણ પગલાં લેવામાં ન આવતા હોવાનાં આક્ષેપો સાથે યુવકને ન્યાય નહીં મળતા આવુ પગલું ભર્યુ હોવાનું સામે આવી રહ્યું છે.