ચકચાર@મોડાસા: હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત શંકાસ્પદ હોવાનો આક્ષેપ

અટલ સમાચાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણના 141 કેસ સામે 12 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આરોગ્યનગરી તરીકે ઓળખાણ ધરાવતો જિલ્લો હવે આરોગ્યની બાબતમાં પછાત બની રહ્યો છે. તારીખ 6 જૂન બાદ પાંચ લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે. આ તમામ પાંચ લોકોને મોડાસા કોવિડ હૉસ્પિટલ માંથી હિંમતનગર સિવિલ ખાતે કોવિડમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન
 
ચકચાર@મોડાસા: હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત શંકાસ્પદ હોવાનો આક્ષેપ

અટલ સમાચાર, અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણના 141 કેસ સામે 12 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આરોગ્યનગરી તરીકે ઓળખાણ ધરાવતો જિલ્લો હવે આરોગ્યની બાબતમાં પછાત બની રહ્યો છે. તારીખ 6 જૂન બાદ પાંચ લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે. આ તમામ પાંચ લોકોને મોડાસા કોવિડ હૉસ્પિટલ માંથી હિંમતનગર સિવિલ ખાતે કોવિડમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક મહિલાના પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જ તેને વેન્ટિલેટર પર લેવામાં આવી હતી. આ કારણે તેણીનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોડાસા શહેરની કોવિડ હૉસ્પિટલમાંથી હિંમતનગર ખસેડાતા દર્દીઓની વાત કરીએ તો મોડાસાથી હિંમતનગર જતા બે કલાક જેટલો સમય લાગતો હોય છે. આ સમયગાળામાં ગંભીર દર્દીની સ્થિતિ બદતર બની જાય છે.  ગત મંગળવારે અમદાવાદ એરપોર્ટ ખાતે સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતી 30 વર્ષીય મહિલા પૂનમબેન રાઠોડને કોરોનાના લક્ષણો આવતા મહિલાનાં પતિ દ્વારા તેને અમદાવાદ સિવિલમાં લઇ જવામાં આવી હતી. જ્યાંથી મહિલાને હિંમતનગર સિવિલમાં લઇ જવા કહેવાયું હતું. કારણ કે મહિલાનું પિયર સાબરકાંઠા જિલ્લો છે. મોડાસાના લીંભોઇની પરિણીતાને હિંમતનગર સિવિલમાં કોવિડ ટેસ્ટ માટે ખસેડાતા મંગળવારે રાત્રે 10 વાગ્યે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં રાત્રે 10:15 કલાકે મહિલાને વેન્ટિલેટર પર લઇ જવામાં આવી હતી. અહીં રાત્રે 12:15 વાગે મહિલાનું મોત નિપજ્યું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરવલ્લી જિલ્લામાં 15 જેટલા વેન્ટિલેટર હોવા છતાં તેનો કોઈ ઉપયોગ નથી થતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યાના માત્ર બે કલાકમાં જ મહિલાનું મોત થતા પરિવાર ઘેર શોકમાં સરકી ગયો છે. હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે શા માટે કોરોના રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી? રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જ મહિલાને કેમ વેન્ટિલેટર પર લેવામાં આવી? શું રિપોર્ટની રાહે સારવાર ન કરવામાં આવતા દર્દીઓનાં મોત થઈ રહ્યા છે.