ચકચાર@શામળાજી: આરોપીના રિમાન્ડ સામે નિષ્ફળ મહીલા પીએસઆઇ સસ્પેન્ડ

અટલ સમાચાર, શામળાજી કોરોનાના કહેર વચ્ચે શામળાજી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇને ફરજમાં નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ગત દિવસે ઝડપાયેલ કુખ્યાત બુટલેગરના રીમાન્ડ ન માંગતા ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ખાતાકીય ઇન્કવાયરી થઇ હતી. જે બાદમાં પોલીસ અધિક્ષક મયુર પાટીલે મહિલા પીએસઆઇને ફરજ મોકૂફ કર્યા છે. હાલ શામળાજી પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઈ સિસોદીયાને
 
ચકચાર@શામળાજી: આરોપીના રિમાન્ડ સામે નિષ્ફળ મહીલા પીએસઆઇ સસ્પેન્ડ

અટલ સમાચાર, શામળાજી

કોરોનાના કહેર વચ્ચે શામળાજી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇને ફરજમાં નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ગત દિવસે ઝડપાયેલ કુખ્યાત બુટલેગરના રીમાન્ડ ન માંગતા ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ખાતાકીય ઇન્કવાયરી થઇ હતી. જે બાદમાં પોલીસ અધિક્ષક મયુર પાટીલે મહિલા પીએસઆઇને ફરજ મોકૂફ કર્યા છે. હાલ શામળાજી પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઈ સિસોદીયાને આપવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. DySp અને જિલ્લા પોલીસને નાકે દમ લાવી દેનાર અને પોલીસ પર હુમલો કરવા ટેવાયેલા ડોડીસરના માથાભારે બુટલેગર સુકા ઉર્ફે ભંવરલાલ ડુંડના ઘરે રેડ કરી અગાઉ મોટીમાત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. ત્યાર બાદ ફરાર બુટલેગર સુકાને ભિલોડા પોલીસે ઝડપી પાડ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. શામળાજી પીએસઆઈ એચ.એસ પરમારે 2018ના વર્ષમાં સુકા વિરુદ્ધ નોંધાયેલા ગુન્હામાં રિમાન્ડ ન માંગતા ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ એસપીએ સસ્પેન્ડ કરી કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. હાલ શામળાજી પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઈ સિસોદીયાને આપવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શામળાજી પીએસઆઈ એચ.એસ પરમાર કુખ્યાત બુટલેગરની અગમ્ય કારણોસર તરફદારી કરતા હોય તેમ 2018ના વર્ષમાં સુકા વિરુદ્ધ નોંધાયેલા ગુન્હામાં રિમાન્ડ માંગ્યા ન હતા. જેને લઇ ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ખાતાકીય ઇન્કવાયરી બાદ એસપી મયુર પાટીલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ શામળાજી પીએસસેઈ શિલ્પા પરમારને ફરજ મોકૂફ કરી દેવામાં આવતા પોલીસતંત્રમાં ભારે ચકચાર મચી છે
.