ચકચાર@વડોદરા: સ્યુસાઇડ નોટમાં પત્નિનું નામ લઇ સાસુ-સસરાના ત્રાસની કંટાળી યુવકે કરી આત્મહત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વડોદરામાં ઘરકંકાસમાં યુવાને આપઘાત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કરચિયા ગામના શિરીષ દરજી નામના યુવાને સ્યુસાઈડ નોટ લખી યુવાને આપઘાત કર્યો છે. યુવાને આપઘાત માટે પત્ની, સાસુ અને સસરાને જવાબદાર ગણાવ્યા છે. યુવાને સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, હું મારી પત્ની, સાસુ, સસરાના ત્રાસથી આપઘાત કરું છું. આ આપઘાત
 
ચકચાર@વડોદરા: સ્યુસાઇડ નોટમાં પત્નિનું નામ લઇ સાસુ-સસરાના ત્રાસની કંટાળી યુવકે કરી આત્મહત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં ઘરકંકાસમાં યુવાને આપઘાત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કરચિયા ગામના શિરીષ દરજી નામના યુવાને સ્યુસાઈડ નોટ લખી યુવાને આપઘાત કર્યો છે. યુવાને આપઘાત માટે પત્ની, સાસુ અને સસરાને જવાબદાર ગણાવ્યા છે. યુવાને સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, હું મારી પત્ની, સાસુ, સસરાના ત્રાસથી આપઘાત કરું છું. આ આપઘાત નહિ, પણ મર્ડર છે. પતિએ પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પત્ની ન માનતા આખરે યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. હાલ સ્યુસાઈડ નોટના આધારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાના કરચિયા ગામના શિરીષ દરજી નામના યુવકે આત્મહત્યા કરી છે. શિરીષ દરજીનો પરિવાર કરચિયા ગામના આમ્રપાલી સોસાયટીના મકાન નંબર 24 માં રહેતો હતો. શિરીષે એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તથા તેના બાદ તે પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. ગત રાત્રે તેણે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સ્થાનિકોએ આ વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસને મૃતદેહ પાસેથી શિરીષે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

શિરીષના આત્મહત્યાથી તેના માતા પર આભ તૂટી પડ્યું હતું. તેમણે વલોપાત કરતા જણાવ્યું કે, મારો દીકરો કહેતો કે, મમ્મી આપણે જઈને મારા સાસુ-સસરાને મળી આવીએ અને પગે લાગીને માફી માંગીએ. જો મારી પત્નીને મોકલે તો લઈ આવીશું. પરંતુ મારી વહુના પિતાએ કહ્યું કે, તમે સુધરો તેના પછી હું તમને મોકલીશ. અમે ઘણી આજીજી કરી, પણ વહુના માતાપિતા ન માન્યા. તેણે અનેકવાર પત્નીને મળવાની જીદ કરી. તેથી અમે મળવા પણ ગયા હતા. ત્યારે તેની પત્ની અમારા પર બરાડા પાડવા લાગી હતી. મારી વહુએ એમ પણ કહ્યું હતું કે, તમે દીકરો નહિ પણ રાક્ષસ જણ્યો છે. આ સાંભળીને મને આઘાત લાગ્યો હતો. તેથી હું ત્યાંથી નીકળી ગઈ હતી. આ શબ્દો સાંભળીને મારા દીકરાને આઘાત લાગ્યો હતો.