ચકચાર@કડી: બેફામ ઇકોની ટક્કરે બાઇક પર જતાં પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી-દેત્રોજ રોડ પર બાઇક પર જતાં પિતા-પુત્રીનું બેફામ ઇકોની ટક્કરે ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. કડી તાલુકાના ગામના પિતા-પુત્રી ગઇકાલે રાત્રે આઠેક વાગે કડી-દેત્રોજ રોડ પર આવેલ પેટ્રોલપંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક પાછળથી ટક્કર મારી અડફેટે લીધા હતા. જે બાદમાં ગંભીર ઇજાઓને
 
ચકચાર@કડી: બેફામ ઇકોની ટક્કરે બાઇક પર જતાં પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી-દેત્રોજ રોડ પર બાઇક પર જતાં પિતા-પુત્રીનું બેફામ ઇકોની ટક્કરે ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. કડી તાલુકાના ગામના પિતા-પુત્રી ગઇકાલે રાત્રે આઠેક વાગે કડી-દેત્રોજ રોડ પર આવેલ પેટ્રોલપંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક પાછળથી ટક્કર મારી અડફેટે લીધા હતા. જે બાદમાં ગંભીર ઇજાઓને કારણે બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. ઘટનાને લઇ મૃતકના ભાઇએ ફરાર કારચાલક સામે કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી-દેત્રોજ રોડ પર રાત્રે અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રીનું મોત થયુ છે. બલાસર ગામના સેંધાજી બબાજી ઠાકોર પોતાની દીકરી હિરલ સાથે ગઇકાલે રાત્રે આઠેક વાગ્યે કડી-દેત્રોજ રોડ પર આવેલ એસ.આર.પેટ્રોલપંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા. આ તરફ પાછળથી પુરઝડપે આવતી ઇકો કારે તેમને ટક્કર મારતાં બંને નીચે પટકાયા હતા. જ્યાં બંનેને નાક, મોઢા અને કાનમાંથી લોહી આવતું હોઇ અને ગંભીર ઇજાઓને કારણે બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ.

ચકચાર@કડી: બેફામ ઇકોની ટક્કરે બાઇક પર જતાં પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા જીલ્લામાં અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે રાત્રે કડી-દેત્રોજ રોડ પર થયેલા અકસ્માતમાં પિતા-પુત્રીના મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટના બાદ ઇકો ચાલક કાર સ્થળ પર મુકી ફરાર થઇ ગયો હતો. જેને લઇ મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર કારચાલક સામે કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. કડી પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 304A, 279 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચકચાર@કડી: બેફામ ઇકોની ટક્કરે બાઇક પર જતાં પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત
જાહેરાત