ચકચાર@થરા: CIDની નાર્કોટીક્સ ટીમે મકાનમાંથી ઝડપ્યો ગાંજો, ઇસમ સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, થરા કાંકરેજ તાલુકાના ગામે CIDના નાર્કોટીક્સ સેલની ટીમે રહેણાંક મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેક ગાંધીનગરની નાર્કોટીક્સ સેલની ટીમે કાર્યવાહી કરતાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે ચોક્કસ બાતમી આધારે રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજો 2.367 કિલોગ્રામનો ઝડપાયો હતો. જે મામલે નાર્કોટીક્સ સેલની ટીમે એક ઇસમ
 
ચકચાર@થરા: CIDની નાર્કોટીક્સ ટીમે મકાનમાંથી ઝડપ્યો ગાંજો, ઇસમ સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, થરા

કાંકરેજ તાલુકાના ગામે CIDના નાર્કોટીક્સ સેલની ટીમે રહેણાંક મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેક ગાંધીનગરની નાર્કોટીક્સ સેલની ટીમે કાર્યવાહી કરતાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે ચોક્કસ બાતમી આધારે રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજો 2.367 કિલોગ્રામનો ઝડપાયો હતો. જે મામલે નાર્કોટીક્સ સેલની ટીમે એક ઇસમ સામે થરા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના નેકારીયા પાદર ગામેથી ગાંજો ઝડપાતાં હડકંપ મચી ગયો છે. ગાંધીનગર CIDના નાર્કોટીક્સ સેલના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એન.આર.પટેલ, ASI અશ્વિનભાઇ સહિતની ટીમે ચોક્કસ બાતમી આધારે ગામના ભાવાજી રામાજી ઠાકોર(મકવાણા)ના ઘરે રેઇડ કરી હતી. જ્યાં તપાસ દરમ્યાન ગેરકાયેદસર પાસ પરમીટ વગર ગાંજાનો 2.367 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો.

ચકચાર@થરા: CIDની નાર્કોટીક્સ ટીમે મકાનમાંથી ઝડપ્યો ગાંજો, ઇસમ સામે ફરીયાદ
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, છેક ગાંધીનગર નાર્કોટીક્સ સેલની ટીમે કાર્યવાહી કરતાં પંથકમાં ગાંજાનો વેપાર કરતાં ઇસમોમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. CIDના નાર્કોટીક્સ સેલની ટીમે ચોક્કસ બાતમી આધારે રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો કિ.ગ્રા 2.367 કિ.રૂ.23,670નો જપ્ત કર્યો હતો. આ સાથે કોવિડ ગાઇડલાઇન અંતર્ગત ઝડપાયેલા ઇસમનો કોરોના ટેસ્ટ કરાવવા સહિતની કવાયત શરૂ કરી હતી. આ તરફ આરોપી સામે થરા પોલીસ મથકે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 20(b) મુજબ ગુનો રજીસ્ટર કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.