ઘૃણાસ્પદ@પાલનપુર: એક તરફી પ્રેમમાં પાગલ બની યુવતિને રહેંશી

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી) વડગામ તાલુકામાં પ્રતિદિન કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે, હત્યાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થતાં રહ્યો છે. જેને લઈને વડગામની જનતામાં ફફડાટ વ્યાપી ગયો છે. વડગામના નાંદોત્રામાં દિન દહાડે એક યુવતિની ઘરમાંજ હત્યા કરી દેવાતાં વડગામ પંથકમાં ચકચાર મચી ગઈ છે. છાપી પોલીસ મથકના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાંદોત્રા ગામમાં
 
ઘૃણાસ્પદ@પાલનપુર: એક તરફી પ્રેમમાં પાગલ બની યુવતિને રહેંશી

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી)

વડગામ તાલુકામાં પ્રતિદિન કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે, હત્યાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થતાં રહ્યો છે. જેને લઈને વડગામની જનતામાં ફફડાટ વ્યાપી ગયો છે. વડગામના નાંદોત્રામાં દિન દહાડે એક યુવતિની ઘરમાંજ હત્યા કરી દેવાતાં વડગામ પંથકમાં ચકચાર મચી ગઈ છે.

છાપી પોલીસ મથકના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાંદોત્રા ગામમાં રહેતા મોઘજીભાઇ વિરસંગભાઇ ભટોળ (ચૌધરી) તેમના ખેતરમાં જ ભાગીયા તરીકે રહેતો વડગામ તાલુકાના જ ખરોડીયા ગામનો રાહુલભાઇ દશરથભાઈ ભરથરી મેઘનાબેન મોઘજીભાઇ ભટોળ ઉ.વર્ષ (૧૮) સામે બદ દાનત રાખીને ખોટુ વિચારી રહ્યો હતો. સોમવારના સવારે આશરે ૧૦:૧૫ થી ૧૧ના સુમારે મેઘના પોતાના ઘરમાં પોતું લગાવી રહી હતી, તે સમયે આ યુવક ઘરમાં આવી પહોંચીને પાછળ થી યુવતીને ગળાના ભાગે કોઇ તિક્ષ્ણ હથિયારથી ગળા ઉપર ઘા કરતાં યુવતી ઢળી પડી હતી.

આ અંગેની જાણ યુવતીના કુટુંબીજનો ને થતાં જ તેમના ઉપર દુ:ખનો ડુગંર ટુટી પડ્યો હતો. આ વાત ગામમાં પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ પોલીસને થતાં જ વડગામ તેમજ છાપી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીની લાશને વડગામ સીએચસીમાં પીએમ માટે લઈ જવાઈ હતી. નિર્દોષ યુવતિને મોતને ઘાટ ઉતારનાર રાહૂલ ભરથરીને પોલીસે ગણતરીના સમયમાં જ દબોચી દીધો હતો.

આ અંગે ફરીયાદ યુવતીના પિતા મોઘજીભાઇ વિરસંગભાઇ ભટોળ (ચૌધરી) છાપી પોલીસ મથકે નોંધાવી હતી. વડગામ સીએચસીમાંમાં પેનલ થી પીએમ કરીને લાશને તેના કુટુંબીજનોને સોંપવામાં આવી હતી. વડગામ પંથકમાં આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે.