સમુહલગ્ન: અલ્પેશના ઈશારે ઠાકોર ધારાસભ્યોનું નામ કપાતા વિવાદ સર્જાયો ?

અટલ સમાચાર, મહેસાણા કડીમાં રવિવારે ઠાકોર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન એવા બે કોંગી ધારાસભ્યોની નારાજગી ઉભી થઇ હતી. સમૂહલગ્નની પત્રિકામાં અલ્પેશના ઈશારે નામ કપાયું હોવાથી વિવાદ સર્જાયો હોવાની આશંકા ઉભી થઇ છે. ભારે ગરમાગરમી વચ્ચે આયોજકોએ મનામણાં કર્યા હતા. કડી તાલુકા ઠાકોર સેના દ્વારા 10 વધુ દંપતિ માટે સમૂહલગ્નનું
 
સમુહલગ્ન: અલ્પેશના ઈશારે ઠાકોર ધારાસભ્યોનું નામ કપાતા વિવાદ સર્જાયો ?

અટલ સમાચાર, મહેસાણા

કડીમાં રવિવારે ઠાકોર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન એવા બે કોંગી ધારાસભ્યોની નારાજગી ઉભી થઇ હતી. સમૂહલગ્નની પત્રિકામાં અલ્પેશના ઈશારે નામ કપાયું હોવાથી વિવાદ સર્જાયો હોવાની આશંકા ઉભી થઇ છે. ભારે ગરમાગરમી વચ્ચે આયોજકોએ મનામણાં કર્યા હતા.

કડી તાલુકા ઠાકોર સેના દ્વારા 10 વધુ દંપતિ માટે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રિકામાં દાતા અને આયોજકોના નામનો ઉલ્લેખ હતો. જોકે આમંત્રિત મહેમાન તરીકે આવેલા કલોલના કોંગ્રેસી ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નામ લખવામાં આવ્યું નહોતું. આથી સમૂહલગ્નમાં જ નામને લઈ ભારે ગરમાગરમી થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઠાકોર સેના પ્રમુખ અલ્પેશના ઈશારે કોંગ્રેસી ધારાસભ્યનું નામ કાપવામાં આવ્યું હોવાના સવાલો થઈ રહ્યા છે. આ સાથે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ એક થયેલા ઠાકોર સમાજમાં બે વિચારધારા વધી રહી છે. નામને લઈ ઉભા થયેલા વિવાદ પાછળ રાજકારણ હોવા સામે આયોજકોએ ધારાસભ્યોને સલાહના પાઠ ભણાવ્યા હતા.

‌આ અંગે ઠાકોર સેનાના લીગલ સહ કન્વીનર મનોજ ઠાકોરે જણાવ્યું હતું કે, સમૂહલગ્નની પત્રિકામાં દાતાઓના જ નામ હોય છે. તમામના નામ શક્ય પણ નથી. મહેમાનોએ શુભેચ્છાઓ પાઠવવી જોઈએ.