દિયોદર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયામાં સગર્ભા માતા માટે મેગાકેમ્પ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર) ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહના માર્ગદર્શનથી અને દિયોદર તાલુકા આરોગ્ય અધિકારી ડો. બી.એસ.વ્યાસ અને જી.વી.કે.ઈ.એમ.આર.આઈ. જિલ્લા મેનેજર ડૉ. સતીષભાઈ કિરીના માર્ગદર્શન હેઠળ પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર રૈયા ખાતે સગર્ભા માતાઓની તપાસણી મેગા
 
દિયોદર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયામાં સગર્ભા માતા માટે મેગાકેમ્પ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહના માર્ગદર્શનથી અને દિયોદર તાલુકા આરોગ્ય અધિકારી ડો. બી.એસ.વ્યાસ અને જી.વી.કે.ઈ.એમ.આર.આઈ. જિલ્લા મેનેજર ડૉ. સતીષભાઈ કિરીના માર્ગદર્શન હેઠળ પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર રૈયા ખાતે સગર્ભા માતાઓની તપાસણી મેગા કેમ્પ યોજાવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં કુલ ૧૬૭ સગર્ભા માતાઓની ઝીણવટભરી તપાસ પ્રાથામિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. યોગેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી. આ કેમ્પમાં ઉપસ્થિત સગર્ભા માતાઓનું એચ.બી,એચ.આઈ.વી, બ્લડસુગર, યુરીનસુગર વગેરેની લેબોરેટરી લેબ ટેકનોલોજી પ્રિયંકા ચૌધરી કરી હતી. સગર્ભા માતાઓને સપ્તધારા અંતર્ગત આરોગ્ય શિક્ષણ દિયોદર તાલુકા આ.ઈ.સી. ઓફીસર અજય મહેતા, દાદૂજી, રેખાબેન દ્વારા આપવામાં આવ્યું હતું.

સગર્ભા માતાને લીલાં શાકભાજી, સરગવાની સીંગો, ફોલિક એસિડ ગોળી, કેલ્શિયમ ગોળી, સમયસર અને જરૂરીયાત મુજબ લેવા જોઈએ તેવુ આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. દરેક સગર્ભા માતાઓ અંધશ્રધા થી દૂર રહી આરોગ્ય સેવાઓ સમયસર લેવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર રૈયાના તમામ ફી.હે.વ.બહેનો, આશા બહેનો તમામ એસ.આઈ.ભાઈઓ, ૧૦૮ના તમામ કર્મચારીઓ દ્વારા સહકાર આપ્યો હતો.