દિયોદર: લોકડાઉન વચ્ચે કોરોના વોરીયર્સનું ગ્રામ પંચાયત દ્રારા સન્માન કરાયું
દિયોદર: લોકડાઉન વચ્ચે કોરોના વોરીયર્સનું ગ્રામ પંચાયત દ્રારા સન્માન કરાયું

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યુ છે. દિયોદર તાલુકાના જાલોઢા ગ્રામ પંચાયતના સરપંચ દ્રારા દિયોદર પોલીસના કર્મચારીઓનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ સાથે પોલીસકર્મીઓ અને હોમગાર્ડ, જીઆરડી જવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિયોદર: લોકડાઉન વચ્ચે કોરોના વોરીયર્સનું ગ્રામ પંચાયત દ્રારા સન્માન કરાયું

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના જાલોઢા ગામે કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યુ હતુ. જાલોઢા ગ્રામ પંચાયતના સરપંચ ઈશ્વરસિંહ વાઘેલા દ્વારા કોરોના વાઇરસના સંકટ વચ્ચે ખડેપગે રહેનાર દિયોદર IPS અભયકુમાર સોનીનું તથા દિયોદર PSI એસ.એસ.રાણેનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. આ સાથે દિયોદર પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ, જી.આર.ડી જવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે IPS અધિકારી અભયકુમાર સોની, PSI એસ.એસ.રાણા, જલોંઢા સરપંચ ઇશ્વરસિંહ વાઘેલા, અરવિંદસિંહ, કાનસિંહ, હીરાભાઈ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.