દિયોદર: વિશ્વ મહિલા દિવસ અને હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદરની સરસ્વતી વિધાવિહાર શાળામાં વિશ્વ મહિલા દિવસ અને હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો, શાળાના ટ્રસ્ટી નરેશભાઈ પ્રજાપતિ, શિક્ષકો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દિયોદર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અલ્કાબેન શ્રીમાળીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
દિયોદર: વિશ્વ મહિલા દિવસ અને હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદરની સરસ્વતી વિધાવિહાર શાળામાં વિશ્વ મહિલા દિવસ અને હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો, શાળાના ટ્રસ્ટી નરેશભાઈ પ્રજાપતિ, શિક્ષકો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દિયોદર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અલ્કાબેન શ્રીમાળીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદરની સરસ્વતી શાળામાં વિશ્વ મહિલા દિવસ અને હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત દિયોદરના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અલ્કાબેન શ્રીમાળીએ જણાવ્યું કે, મહિલાઓના સન્માનની સાથે એમની સ્વતંત્રતા પર કોઈ અસર ના થાય, ઘરેલુ હિંસા, સરકારી પ્રાઈવેટ સેક્ટરમાં મહિલાઓની સાથે સાથી કર્મચારીઓ દ્વારા બનતી ઘટનાઓ ભારતીય સમાજ માટે કલંકરૂપ ના બને તે માટે આપણે સાચા અર્થમાં મહિલાઓને આઝાદી આપવી જોઈએ.

દિયોદર: વિશ્વ મહિલા દિવસ અને હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવી

આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, દિવસે દિવસે મહિલાઓ પર થતા અત્યાચારો, જેમાં બાળકીઓ પણ થતાં દુષ્કર્મની ઘટનાઓ હ્રદય કંપાવી દેતી હોય છે. ત્યારે સમાજમા મહિલા હક અધિકારો પર તરાપ મારવા સમાન ગણાય, વિશ્વમાં જ્યારે 8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસ યોજાઈ રહ્યો છે. ત્યારે અનેક ક્ષેત્રોમાં મહિલાઓ એ પોતાની ભૂમિકા સારી ભજવી છે.હવે આવનારો સમય મહિલાઓ માટે સારો રહ્યો છે.