ચકચાર@કડી: બુટલેગરને ત્યાં રેડ, 7 લાખનો દારૂ ઝડપાઇ જતા હડકંપ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મહેસાણા જીલ્લા પોલીસ વડા મનીષસિંહ અને નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાએ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સહિતની સૂચના કરી હતી. આ સંદર્ભે પોલીસે બાતમીને આધારે સુરજ ગામેથી 6,91,200નો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે 1 કાર, 2 બાઇક સહિત 1 ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
 
ચકચાર@કડી: બુટલેગરને ત્યાં રેડ, 7 લાખનો દારૂ ઝડપાઇ જતા હડકંપ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણા જીલ્લા પોલીસ વડા મનીષસિંહ અને નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાએ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સહિતની સૂચના કરી હતી. આ સંદર્ભે પોલીસે બાતમીને આધારે સુરજ ગામેથી 6,91,200નો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે 1 કાર, 2 બાઇક સહિત 1 ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચકચાર@કડી: બુટલેગરને ત્યાં રેડ, 7 લાખનો દારૂ ઝડપાઇ જતા હડકંપ

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના સુરજ ગામથી જાકાસણા જવાના માર્ગ પણ વડીયાવાળા પા નામથી ઓળખાતા વિસ્તારમાં વિદેશી દારૂનુ વેચાણ થતુ હોવાની બાતમી પોલીસને મળી હતી. તેથી બાતમી આધારે રેડ કરી પોલીસે ઠાકોર રમેશજી પ્રહલાદજીને ગેરકાયદેસર પાસ પરમીટ વગરના વિદેશી દારૂ સાથે રંગેહાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા પોલીસે વિદેશીદારૂની પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કી એન.વી.ગ્રુપ લખેલ માર્કાની કુલ પેટી નંગ-192 કુલ બોટલ નંગ-2304 કિ રૂ.6,91,200નો ઝડપી પાડ્યો છે. આ સાથે સ્વીફટ ગાડી કિ.રૂ. 2,00,000 તથા બે મોટર સાયકલ કિ.રૂ.45000 સહિતની વસ્તુઓ મળી કુલ કિરૂ.9,38.700ના મુદામાલ સાથે ઠાકોર રમેશજી પ્રહલાદજી રહે.સુરજ ગામની સીમ વડીયાવાળા પા નામથી ઓળખાતા ખેતરમાં તા.જોટાણા વાળાને પકડી પાડ્યો છે. પોલીસે ઝડપાયેલ ઇસમ તથા સાગરીતો વિરૂધ્ધમાં કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.