દોડધામ@બનાસકાંઠા: કેદી સહિત ત્રણને કોરોના, પોલીસમાં મચી ગયો ફફડાટ

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જીલ્લામાં આજે એક કેદી કુલ ત્રણના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં ડીસામાં બે અને દાંતીવાડામાં એક કેસ સામે આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ તરફ દાંતીવાડામાં કેદીનો રીપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે. આજે નોંધાયેલા ત્રણ કેસ સહિત જીલ્લામાં અત્યાર સુધી કુલ 104
 
દોડધામ@બનાસકાંઠા: કેદી સહિત ત્રણને કોરોના, પોલીસમાં મચી ગયો ફફડાટ

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જીલ્લામાં આજે એક કેદી કુલ ત્રણના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં ડીસામાં બે અને દાંતીવાડામાં એક કેસ સામે આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ તરફ દાંતીવાડામાં કેદીનો રીપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે. આજે નોંધાયેલા ત્રણ કેસ સહિત જીલ્લામાં અત્યાર સુધી કુલ 104 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા અને દાંતીવાડામાં આજે કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં ડીસા તાલુકાના સરદારપુર ગામે સંતોષબેન ધીરૂભાઇ જાડીયા(ઉ.31) અને ડીસા શહેરમાં શંકરભાઇ હીરાભાઇ પરમાર(ઉ.65)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. દાંતીવાડામાં પણ કેદી પ્રવિણભાઇ મગનભાઇ દેવીપુજક(ઉ.50)નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ જીલ્લામાં કોરોના પોઝિટીવનો આંકડો 104 પહોંચ્યો છે. જ્યારે કુલ 78 લોકો સ્વસ્થ થયા તો 4 લોકોના મોત અને હાલ 22 લોકો સારવાર હેઠળ છે.