દોડધામ@બેચરાજી: ગૌચર જમીનમાં ઉદ્યોગ સામે જનાક્રોશ, ધારાસભ્યનો CMને પત્ર

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે આજે બેચરાજી ધારાસભ્યએ ગૌચરની જમીન ફાળવણીને લઇ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ગૌચરની જમીન સોલાર પ્લાન્ટને ફાળવી દેવાઇ હોવાથી ગ્રામજનોમાં ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યએ લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, કલેક્ટરે ગામલોકોને જાણ કર્યા વગર ગૌચરની જમીન સોલાર પ્લાન્ટ માટે ફાળવી જોગવાઇનો ભંગ કર્યો છે.
 
દોડધામ@બેચરાજી: ગૌચર જમીનમાં ઉદ્યોગ સામે જનાક્રોશ, ધારાસભ્યનો CMને પત્ર

અટલ સમાચાર, મહેસાણા (મનોજ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે આજે બેચરાજી ધારાસભ્યએ ગૌચરની જમીન ફાળવણીને લઇ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ગૌચરની જમીન સોલાર પ્લાન્ટને ફાળવી દેવાઇ હોવાથી ગ્રામજનોમાં ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યએ લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, કલેક્ટરે ગામલોકોને જાણ કર્યા વગર ગૌચરની જમીન સોલાર પ્લાન્ટ માટે ફાળવી જોગવાઇનો ભંગ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના સુજાણપુરા ગામની ગૌચર જમીન સોલાર પ્લાન્ટ માટે ફાળવી દેવાતાં ભારે જનાક્રોશ ઉભો થયો છે. જેને લઇ સ્થાનિક ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી અને ગૌચરની જમીન ગાયોને ચરવા માટે હોવાથી ફેર વિચારણા કરવા અને તાત્કાલિક લાગુ પડતાં વિભાગને જાણ કરી કામ બંધ રાખવાની કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમને પત્રમાં લખ્યુ છે કે, ગામની ગાયો અને ઢોરઢાંખર માટેની લગભગ 70 કરોડની ગૌચર જમીન કલેક્ટર હસ્તક કરી પેટ્રોકેમિકલ વિભાગને ફાળવી દેવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સુજાણપુરા ગામે સોલાર પ્લાન્ટ માટે ગૌચરની જમીન ફાળવાયા બાદ ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યુ છે કે, એક બાજુ સરકાર ગાય માતાના નામે સહાય કરવાની વાત કરે છે અને બીજી બાજુ ગૌચરની જગ્યા ઉદ્યોગને ફાળવણી કરવામાં આવી છે. આ તરફ ગૌચરની જમીન સોલાર પ્લાન્ટમાં ફાળવવાને લઇ ફેર વિચારણા કરવા ધારાસભ્યએ ઉગ્ર રજૂઆત કરી છે.

શું છે નિયમ

કોઇપણ ગામની ગૌચર જમીન માત્ર ગૌચર માટે જ હોય છે. તેનો અન્ય કોઇ ઉપયોગ કરી ન શકાય. પરંતુ આ જમીન જો કોઇ સરકારી કામ માટે ઉપયોગમાં લેવી પડે તેવી સ્થિતિ હોય તો જોગવાઇ અનુસાર સરકારે જેટલી જમીન ઉપયોગમાં લીધી હોય તેટલી જમીન અન્ય સરકારી પડતર જમીનમાં ગૌચર માટે ફાળવવી પડે.