દોડધામ@બેચરાજી: કામદારોએ વધુ પગારની માંગણી કરી, કંપનીએ છૂટાં કર્યા

અટલ સમાચાર, મહેસાણા બહુચરાજી તાલુકામાં આવેલી કંપનીમાં કામદારોને છૂટાં કર્યાનું સામે આવ્યું છે. કે.આર. સ્ટેમ્પિંગ નામની કંપનીમાં બબ્બે વર્ષથી નોકરી કરતા કામદારોએ પગાર વધારો સહિતની માંગણીઓ કરતાં છૂટાં કરી દીધાં છે. આટલું જ નહિ કંપનીએ તાત્કાલિક બીજા કામદારોને રાખી લેતાં દોડધામ મચી ગઇ છે. આથી છૂટાં થયેલા કામદારોએ આખરે તાલુકાથી માંડી કલેક્ટર કચેરી સુધી રજૂઆત
 
દોડધામ@બેચરાજી: કામદારોએ વધુ પગારની માંગણી કરી, કંપનીએ છૂટાં કર્યા

અટલ સમાચાર, મહેસાણા

બહુચરાજી તાલુકામાં આવેલી કંપનીમાં કામદારોને છૂટાં કર્યાનું સામે આવ્યું છે. કે.આર. સ્ટેમ્પિંગ નામની કંપનીમાં બબ્બે વર્ષથી નોકરી કરતા કામદારોએ પગાર વધારો સહિતની માંગણીઓ કરતાં છૂટાં કરી દીધાં છે. આટલું જ નહિ કંપનીએ તાત્કાલિક બીજા કામદારોને રાખી લેતાં દોડધામ મચી ગઇ છે. આથી છૂટાં થયેલા કામદારોએ આખરે તાલુકાથી માંડી કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સાપાવાડા ગામ પાસે ખાનગી કંપની આવેલી છે. કે.આર સ્ટેમ્પિગ નામની કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી કામ કરતાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ કરતાં હતા. આથી કંપની અને કામદારો વચ્ચે સમાધાન થવાને બદલે ઘમાસાણનો માહોલ સર્જાયો છે. કંપનીએ અચાનક 50થી વધુ કામદારોને છૂટાં કરી દેતાં ચકચાર અને દોડધામ મચી ગઇ છે.‌ જ્યારે આ તરફ રાતોરાત બીજા કામદારોની ભરતી કરી દીધી હતી. રોજીરોટી છીનવાઈ જતાં કામદારોએ કંપની સામે હોબાળો મચાવ્યો હતો.

દોડધામ@બેચરાજી: કામદારોએ વધુ પગારની માંગણી કરી, કંપનીએ છૂટાં કર્યા
સૂત્રોએ જણાવ્યું હતું કે, કામદારોના આર્થિક શોષણ તેમજ પીએફ જમા નહીં કરવા સહિતના મામલે રજૂઆત કરવામાં આવી છે. બહુચરાજી મામલતદાર અને જિલ્લા કલેકટરને લેખિત આવેદન કરી ન્યાયની માંગણી કરી છે. લેખિત રજૂઆતમાં ગુજરાતીઓને સાડા દસ કલાકની નોકરી સામે પગાર રૂ. 9,000 જ્યારે બિન ગુજરાતીઓને આઠ કલાકના રૂ.9 હજાર પગાર ચૂકવાતો હોઇ ભેદભાવ થતો હોવાનો દાવો કર્યો છે.

દોડધામ@બેચરાજી: કામદારોએ વધુ પગારની માંગણી કરી, કંપનીએ છૂટાં કર્યા
આ સાથે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા છૂટાં થયેલા કામદારોનું પીએફ જમા કરાવવામાં આવ્યું નથી તેમજ બિન ગુજરાતીઓને પીએફ સહિતના લાભો અપાતા હોવાનો આક્ષેપ કર્યો છે. બિન ગુજરાતીઓને ઓવરટાઇમ અપાય છે જ્યારે ગુજરાતી કામદારો ઇચ્છતા હોવા છતાં ઓવરટાઈમ અપાતો નથી તેવું જણાવ્યું છે.
કામદારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજ્યમાં બેરોજગારીનો ગેરફાયદો ઉઠાવી કંપની દ્વારા કામદારોનું આર્થિક શોષણ કરાય છે. આજે નોકરીએ જતા કામદારોને કંપનીમાં પ્રવેશ અપાયો ન હતો. 51 કામદારોને છૂટા કરી નવી ભરતી કરી દેવામાં આવી આ સાંભળી રોષે ભરાયેલા કામદારોએ હોબાળો મચાવ્યો હતો.