દોડધામ@ભિલોડા: ચેકિંગમાં ટ્રેક્ટર ચાલક સહિતના વિફર્યા, જંગલ કર્મીઓ ઉપર હુમલો

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા ભિલોડા ફોરેસ્ટ રેન્જમાંથી પથ્થર ભરી પસાર થતાં ટ્રેક્ટરને તપાસ અર્થે રોકવામાં આવ્યું છે. વન ખાતાંના કર્મચારીઓએ ટ્રેક્ટર થોભાવી તપાસ કરતાં અચાનક મામલો ગરમાગરમી તરફ વળી ગયો હતો. તપાસને પગલે વન કર્મીઓએ ટ્રેક્ટર કબ્જે કરવાની કામગીરી શરૂ કરતાં માહોલ ઉગ્ર બન્યો હતો. ટ્રેક્ટર ચાલક સહિતનાએ ગુસ્સે થઈ જંગલ કર્મીઓ સાથે રકઝક
 
દોડધામ@ભિલોડા: ચેકિંગમાં ટ્રેક્ટર ચાલક સહિતના વિફર્યા, જંગલ કર્મીઓ ઉપર હુમલો

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

ભિલોડા ફોરેસ્ટ રેન્જમાંથી પથ્થર ભરી પસાર થતાં ટ્રેક્ટરને તપાસ અર્થે રોકવામાં આવ્યું છે. વન ખાતાંના કર્મચારીઓએ ટ્રેક્ટર થોભાવી તપાસ કરતાં અચાનક મામલો ગરમાગરમી તરફ વળી ગયો હતો. તપાસને પગલે વન કર્મીઓએ ટ્રેક્ટર કબ્જે કરવાની કામગીરી શરૂ કરતાં માહોલ ઉગ્ર બન્યો હતો. ટ્રેક્ટર ચાલક સહિતનાએ ગુસ્સે થઈ જંગલ કર્મીઓ સાથે રકઝક કરતાં જોતજોતામાં સ્થાનિકો એકઠાં થઇ ગયા હતા. લોકોના ટોળાએ ટ્રેક્ટર ચાલકના સમર્થનમાં વન કર્મચારીઓ ઉપર હુમલો કરતાં દોડધામ મચી ગઇ હતી. જેમાં બે કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક અસરથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે જંગલ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

દોડધામ@ભિલોડા: ચેકિંગમાં ટ્રેક્ટર ચાલક સહિતના વિફર્યા, જંગલ કર્મીઓ ઉપર હુમલો
જાહેરાત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@ભિલોડા: ચેકિંગમાં ટ્રેક્ટર ચાલક સહિતના વિફર્યા, જંગલ કર્મીઓ ઉપર હુમલો

સાબરકાંઠા જિલ્લાના ભિલોડા વનવિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ માટે ચોંકાવનારી ઘટના બની છે. ફરજના ભાગરૂપે ભિલોડા રેન્જના ફોરેસ્ટર ભવદીપસિંહ રાઠોડ અને ડ્રાઈવર પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન ઇન્દ્રપુરા રોડ પરથી શંકાસ્પદ ટ્રેક્ટર પસાર થતાં થોભાવવામા આવ્યું હતું. પથ્થર ભરેલાં ટ્રેક્ટર ચાલકને અટકાવી પૂછપરછ કરતાં હોબાળો મચી ગયો હતો. ભારે ચર્ચાસ્પદ માહોલ વચ્ચે ટ્રેક્ટર ચાલકના સમર્થનમાં લોકોનું ટોળું દોડી આવ્યું હતું. સમર્થન વધી જતાં ટ્રેક્ટર ચાલક સહિતના અચાનક ઉગ્ર બની જંગલ કર્મચારીઓ પર તૂટી પડ્યા હતા. અચાનક હુમલાને પગલે કર્મચારીઓના પગનાં ભાગે ઈજાઓ પહોંચી હતી. ભારે અફરાતફરીના માહોલ વચ્ચે બંને ઈજાગ્રસ્ત વનકર્મીઓને સારવાર હેઠળ કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

દોડધામ@ભિલોડા: ચેકિંગમાં ટ્રેક્ટર ચાલક સહિતના વિફર્યા, જંગલ કર્મીઓ ઉપર હુમલો
File foto

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાને પગલે વન કર્મચારીઓ પર હુમલો કરનાર ટોળાં સામે ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ હતી. તપાસમાં ટ્રેક્ટર ચાલકો પથ્થરો ગેરકાયદે ભરીને જતાં હતા? જો બધું બરાબર હતું તો પછી ટ્રેક્ટર ચાલક સહિતના ગુસ્સે કેમ થયા? કર્મચારીઓ ઉપર હુમલો કરવા કોની દોરવણી? આ તમામ સવાલો પણ તપાસનો વિષય બન્યા છે. જોકે તપાસ કર્મચારીઓને અડચણરૂપ બની હુમલો કરી ગુનો આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરાય તેમ છે.