દોડધામ@દિયોદર: પાક માટે ખેડુતો મેદાને, પાણી છોડો નહિ તો ચક્કાજામ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર પંથકના ખેડુતો આજે મોટી સંખ્યામાં ભેગા થઇ મામલતદાર કચેરીએ દોડી ગયા હતા. ઉભો પાક નષ્ટ થવાની ભિતી વચ્ચે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાવવા ખેડુતો મેદાને પડ્યા છે. આગામી 10 દિવસમાં પાણી છોડવામાં નહિ આવે તો પુરવઠાના બોર બંધ કરવા સાથે હાઇવે પર ચક્કાજામ સહિતના મુદ્દે ઉગ્ર બની આંદોલન છેડવાની ચિમકી
 
દોડધામ@દિયોદર: પાક માટે ખેડુતો મેદાને, પાણી છોડો નહિ તો ચક્કાજામ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર પંથકના ખેડુતો આજે મોટી સંખ્યામાં ભેગા થઇ મામલતદાર કચેરીએ દોડી ગયા હતા. ઉભો પાક નષ્ટ થવાની ભિતી વચ્ચે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાવવા ખેડુતો મેદાને પડ્યા છે. આગામી 10 દિવસમાં પાણી છોડવામાં નહિ આવે તો પુરવઠાના બોર બંધ કરવા સાથે હાઇવે પર ચક્કાજામ સહિતના મુદ્દે ઉગ્ર બની આંદોલન છેડવાની ચિમકી આપી છે. ચાર તાલુકામાં કેનાલને ભરોસે કૃષિપાકનું ભવિષ્ય હોવાથી તાત્કાલિક પાણી છોડવા ખેડુતો માંગ કરી રહ્યા છે.

દોડધામ@દિયોદર: પાક માટે ખેડુતો મેદાને, પાણી છોડો નહિ તો ચક્કાજામ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ, દિયોદર, થરાદ અને લાખણી તાલુકાના ખેડુતોને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં જણાવાયુ છે કે, કાંકરેજ તાલુકાના ચાંગા ગામે પાઇપલાઇન મારફતે રામપુરા પમ્પિંગ સ્ટેશન દ્રારા દાંતીવાડા ડેમમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. જોકે હાલ તે સદંતર બંધ કરવામાં આવતા પંથકના ખેડુતોને સિંચાઇમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

દોડધામ@દિયોદર: પાક માટે ખેડુતો મેદાને, પાણી છોડો નહિ તો ચક્કાજામ

આ સાથે દિયોદરના રામપુરા, જશાલી, નવાપુરા, સોની અને આજુબાજુના ગામોમાં કેનાલને ભરોસે કૃષિપાકનું ભવિષ્ય હોવાથી તાત્કાલિક પાણી છોડવા માંગ કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહિ છોડાતાં ખેડુતો લાલઘુમ બન્યા છે. આ સાથે જશાલી ગામમાં પાણી પુરવઠા દ્રારા 3 ભૂગર્ભ પાણીના બોર બનાવવામાં આવ્યા હતા. પરંતુ તે સતત 24 કલાક ચાલુ રહેતા હોવાથી ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી નીચું જઇ રહેલ છે. જો સરકાર દ્રારા તાત્કાલિક સુજલામ-સુફલામ કેનાલોમાં પાણી નહિ છોડવામાં આવે તો ખેડુતોએ બોર બંધ કરવાની સાથે હાઇવે ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.