દોડધામ@દિયોદર: અચાનક દુર્લભ પ્રાણી જોઈ ગામલોકો ફફડ્યા, કિડીખાઉં પાંજરામાં

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર પંથકમાં અચાનક અતિ દુર્લભ પ્રાણી જોઈ સ્થાનિક વ્યક્તિઓ ગભરાટમાં આવી ગયા હતા. ક્યારેય ના જોયેલું પ્રાણી છેક ગામ નજીક આવી જતાં લોકોમાં ગભરાટનો માહોલ બન્યો હતો. મુંઝવણ વચ્ચે તાલુકા મામલતદારને જાણ કરતાં વિગતો આધારે વનવિભાગની ટીમ દોડી આવી હતી. ગામલોકોએ સમજાવટ આધારે મંદિરમાં ઘડીભર રાખી વનવિભાગના કર્મચારી આવતાં પાંજરામાં
 
દોડધામ@દિયોદર: અચાનક દુર્લભ પ્રાણી જોઈ ગામલોકો ફફડ્યા, કિડીખાઉં પાંજરામાં

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર પંથકમાં અચાનક અતિ દુર્લભ પ્રાણી જોઈ સ્થાનિક વ્યક્તિઓ ગભરાટમાં આવી ગયા હતા. ક્યારેય ના જોયેલું પ્રાણી છેક ગામ નજીક આવી જતાં લોકોમાં ગભરાટનો માહોલ બન્યો હતો. મુંઝવણ વચ્ચે તાલુકા મામલતદારને જાણ કરતાં વિગતો આધારે વનવિભાગની ટીમ દોડી આવી હતી. ગામલોકોએ સમજાવટ આધારે મંદિરમાં ઘડીભર રાખી વનવિભાગના કર્મચારી આવતાં પાંજરામાં લીધું હતું. દિયોદર રેન્જ ફોરેસ્ટ ઓફિસરે આ પ્રાણી કિડીખાઉં છે તેથી હિંસક નથી અને કાચબા જેવું હોવાનું કહ્યા બાદ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@દિયોદર: અચાનક દુર્લભ પ્રાણી જોઈ ગામલોકો ફફડ્યા, કિડીખાઉં પાંજરામાં

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામ નજીક અતિ દુર્લભ પ્રાણી આવ્યુ હોવાની ઘટના સામે આવી છે. ગામ નજીકના સીમ વિસ્તારમાં કિડીખાઉં પ્રાણી જોઇ ગામલોકો ફફડાટ વચ્ચે આવી ગયા હતા. આથી દોડધામ કરી દિયોદર મામલતદારને જાણ કરી તાત્કાલિક પગલાં ભરલા કહ્યું હતું. ક્યારેય આવું પ્રાણી જોયું ન હોવાથી અને દેખાવમાં થોડું ડાયનાસોર જેવું લાગતાં ગામલોકો ગભરાઇને હરકતમાં આવ્યા હતા. આ તરફ મામલતદારે સમગ્ર બાબતે દિયોદર રેન્જ ફોરેસ્ટ ઓફિસને જાણ કરતાં તાત્કાલિક ટીમ રવાના થઈ હતી. જોકે ટેલિફોનિક વાતચીત કરી પ્રાણીના ફોટા મંગાવતા વનવિભાગના કર્મચારીઓએ આ પ્રાણી કિડીખાઉં હોવાથી ડર્યા વિના કોઈ સુરક્ષિત સ્થળે રાખવા કહ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વનવિભાગના કર્મચારીઓ તાત્કાલિક મોજરૂ જૂના ગામે પહોંચી કિડીખાઉંને તપાસી પાંજરામાં લીધું હતું. આ પછી ગામલોકોને પ્રાણી વિશે સમજ આપતાં હાશકારો લીધો હતો. સમગ્ર બાબતે દિયોદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્ર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર આ કિડીખાઉં પ્રાણી જોવા મળ્યું છે. આથી હાલ પાંજરામાં લઈ વાઇલ્ડ લાઇફ અધિકારીના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે ગામલોકોએ ખૂબ જ સહકાર આપતાં કિડીખાઉં પ્રાણીને સુરક્ષિત રીતે પકડી જંગલ વિસ્તારમાં છોડવા મદદ મળી છે.