દોડધામ@ધાનેરા: ઠંડી સામે રક્ષણમાં કર્યુ તાપણું, અચાનક આગમાં 5 દાઝ્યાં, 1 ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ધાનેરા પંથકમાં ઠંડીથી બચવા તાપણું કરતાં પાંચ લોકો દાઝ્યાં હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા સ્થાનિક લોકો તાપણું કરવા બેસ્યાં હતા. આ દરમ્યાન અચાનક તાપણાંમાં પેટ્રોલ નાંખતાં ભડકો થયો હતો. જેમાં તાપણાં નજીક બેઠેલાં પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. તમામ
 
દોડધામ@ધાનેરા: ઠંડી સામે રક્ષણમાં કર્યુ તાપણું, અચાનક આગમાં 5 દાઝ્યાં, 1 ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ધાનેરા પંથકમાં ઠંડીથી બચવા તાપણું કરતાં પાંચ લોકો દાઝ્યાં હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા સ્થાનિક લોકો તાપણું કરવા બેસ્યાં હતા. આ દરમ્યાન અચાનક તાપણાંમાં પેટ્રોલ નાંખતાં ભડકો થયો હતો. જેમાં તાપણાં નજીક બેઠેલાં પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તરફ એક મહિલા ગંભીર રીતે દાઝી હોવાની તેમને વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@ધાનેરા: ઠંડી સામે રક્ષણમાં કર્યુ તાપણું, અચાનક આગમાં 5 દાઝ્યાં, 1 ગંભીર

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા પંથકના સરાલ ગામે આજે તાપણું કરતાં પાંચ લોકો દાઝ્યાં હતા. ગામના લોકો વહેલી સવારે તાપણું કરતાં દરમ્યાન પેટ્રોલ છાંટતાં ભડકો થયો હતો. જેમાં પાંચ લોકો આગની ચપેટમાં આવતાં ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાને લઇ સ્થાનિકો દ્રારા તાત્કાલિક તમામને ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, પાંચ લોકોના ચહેરાં અને હાથ ગંભીર રીતે દાઝી ગયા છે.

દોડધામ@ધાનેરા: ઠંડી સામે રક્ષણમાં કર્યુ તાપણું, અચાનક આગમાં 5 દાઝ્યાં, 1 ગંભીર
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ધાનેરા પંથકમાં કડકડતી ઠંડીથી રાહત મેળવવાં સ્થાનિકો તાપણાં માટે લાકડાં ગોઠવ્યાં હતા. જે બાદમાં પેટ્રોલ નાંખતાં અચાનક ભડકો થતાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોમાં એક મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેમની તબિયત વધુ બગડતાં વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.